80 વર્ષના કાકા તેમની પત્ની બીમાર પડી તો તેમને કહ્યું કે… હું તને કઈ નહિ થવા દઉં.
હાલ આખા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એમાં ભારતમાં કોરોના મહામારીએ સૌથી વધારે જોર પકડ્યું છે. દિવસેને દિવસે લાખો કોરોનાના નવા કેસો સામે આવી રહયા છે.
ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 4 લાખથી પણ વધુ કોરોનાના કેસો સામે આવ્યા હતા. ગુજરાતમાં પણ ગઈકાલે 13 હજારથી વધુ કેસો સામે આવ્યા હતા. આવી રીતે કોરોના આખા ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે.
સરકાર દ્વારા પણ કોરોના સંક્રમણને રોકવા માટે સામાન્ય લોકો પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે પણ લોકો આ નિયમોની ભંગ કરે છે તેની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.
હાલ આવા સમયમાં ઘણા બધા વિડીયો વાઇરલ થઇ રહ્યા છે. હાલ એવા પણ વિડીયો વાઇરલ થઇ રહયા છે કે જેમાં આવા સમયમાં પતિ પત્ની એકબીજાની ખુબજ સેવા કરી રહયા છે.
હાલ એવો જ એક વૃદ્ધ દંપતીનો વિડીયો વાઇરલ થઇ રહયો છે. જેમાં એક વૃદ્ધની પત્ની બીમાર પડી જતા વૃદ્ધ તેની પત્નીની સંભાર રાખી રહ્યો છે. હાલ આ વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
જે પ્રમાણે આ વૃદ્ધ વ્યક્તિ તેની પત્નીની સેવા કરી રહ્યો છે. એની લોકો સોસીયલ મીડિયા પર ખુબજ પ્રશંશા કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે આ વૃદ્ધ દંપતિથી આપણે કઈ શીખવું જોઈએ. આપણા જીવનમાં પણ દુઃખ આવે કે સુખ કદી હિંમત ન હારવી જોઈએ.