કાકા આટલી ઉંમરે પણ મજૂરી કરવા માટે તૈયાર છે, કોઈ દિવસ કામ ના મળે તો ખાલી પાણી પીને સુઈ જાય છે…

ભગવાને બનાવેલી આ દુનિયામાં દરેક લોકો તકલીફોનો સામનો કરતા જ હોય છે. તેવામાં કેટલાક લોકો તો એકલા હાથે તેમનાથી બનતી મહેનત કરીને એકલા જીવન ગુજારે છે. તેવામાં એક એવો જ કિસ્સો વડોદરા શહેરનો છે કે જેમાં એક કાકા પોતાનું જીવન એકલા મહેનત મજૂરી કરીને ગુજારે છે.

આ કાકાનું નામ અશ્વિનભાઈ સુથાર છે, તેઓ કલાલી ફાટકની નજીક રહે છે, તેમના પરિવારમાં બીજું કોઈ નથી તેઓ એકલા રહીને તેમનું ગુજરાન ચલાવે છે. તેઓની પાસે ઘર તો છે પણ પત્ની નથી જે તેમનું ઘર સાંભળી શકે. આ કાકા છૂટક મજૂરી કરીને તેમનું પેટ ભરે છે.

જો કોઈ દિવસ મજૂરી ના મળે તો તેઓ મજૂરી શોધે છે નઈ તો સીધા ઘરે જ જતા રહે છે. આ કાકા છૂટક મજૂરી કરીને જે મજૂરી મળે તેનું કરિયાણું લઈને તેમના ઘરે તેઓ જાતે જ બનાવીને પોતાનું પેટ ભરે છે.

આમ તો જો કોઈ પરિવારમાં હોય તો તેમણે ટેકો મળી જાય પણ પરિવારમાં કોઈ ના હોય અને ખાલી આપણે એકલા જ હોઈએ તો તેવામાં એકલવાયું જીવન ગુજારવું ખુબ જ મુશ્કેલ પડી જતું હોય છે.

જો કોઈ સ્ત્રીનો હાથ પુરુષની પાછળ હોય તો તે તેને જીવનમાં ઘણું આગળ વધી શકે છે. આ કાકા તેમનું દુઃખ ભલે વ્યક્ત નથી કરી રહ્યા પણ તેઓ અંદરો અંદર ખુબ જ દુઃખ અનુભવતા હશે.

error: Content is protected !!