૭૦ વર્ષના વૃદ્ધ વ્યક્તિને ૬૦ વર્ષની મહિલા સાથે હોસ્પિટલમાં સુતા સુતા ફક્ત ૩ કલાક માંજ એવો પ્રેમ થઇ ગયો કે બંનેએ કોઈની ચિંતા કર્યા વગર લગ્ન કરી લીધા.

કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી છે. 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું દિલ 60 વર્ષની મહિલા પર આવી ગયું અને બંનેએ લગ્ન કરી લીધા. આ ઉંમરમાં ભગવાનનું નામ લેવાના બદલે લગ્નનું ભૂત ચડ્યું છે. 70 વર્ષના ઓમકારને 60 વર્ષની ગુડ્ડી બાઈ સાથે હોસ્પિટલના બેડ પર સુતા સુતા ફક્ત 3 કલાક માંજ એવો પ્રેમ થઇ ગયો કે બંનેએ લગ્ન કરી લીધા.

ઘડપણના કારણે બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. હોસ્પિટલમાં બંનેનો બેડ આજુ બાજુ હતો. તે બંને 3 કલાક સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. 3 કલાક માતો બંનેને એવો પ્રેમ થઇ ગયો કે બંનેએ લગ્ન કરી લીધા. 70 વર્ષના ઓમકારના 4 છોકરાઓ છે અને તેમના બધાના લગ્ન પણ થઇ ગયા અને તેમના એક પૈત્રનું તો લગ્ન પણ થઇ ગયું છે.

ઓમકારે પોતાના છોકરાઓને તેમના લગ્નની વાત કરી અને બધાએ તેમને લગ્ન માટે પરમિશન આપી અને તેમને ગુડ્ડી બાઈ સાથે લગ્ન કરી લીધા. પોતાના જ પિતા અને દાદા ના લગ્નમાં પુત્ર અને પૈત્ર મન મૂકીને નાચ્યાં.

આ ઉંમરે ભગવાનનું નામ લેવાના બદલે હવે લગ્નનું ભૂત ચડ્યું છે. 70 વર્ષની ઉંમરે લગ્ન કરીને ઓમકાર આખા એરિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. ઓમકારની પત્નીનું 4 વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું. ગુડ્ડી બાઈના પતિનું મૃત્યુ 20 વર્ષ પહેલા થઇ ગયું હતું. આ બંનેને હોસ્પિટલમાં પ્રેમ થઇ ગયો અને લગ્ન પણ કરી લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!