આ એક જ્યુસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે…

આપણે જાણીએ છીએ કે, આપણા શરીરને નિરોગી બનાવી રાખવાની માટે આપણે કેટલાય ઘરેલુ અને આયુર્વેદિક ઉપચારો કરીએ છીએ. હાલની આ કોરોનાની મહામારીમાં ડોક્ટરો પણ જણાવી રહ્યા છે કે, તમે ફ્રૂટ અને તેનો જ્યુસ પીવાનું રાખો. આપણા દેશમાં દરેક સીઝનમાં જુદા જુદા ફળો આવે છે અને દરેકે દરેક ફળ તેના ચમત્કારિક ફાયદા આપે છે.

હાલમાં કોરોનાની મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની માટે ડોકટરો સૂચનો આપતા હોય છે, તો એવા જ એક ફળ વિષે જાણીએ કે જેનો જ્યુસ પીવાથી આપણા શરીરને કેટલાક ચમત્કારિક ફાયદાઓ થશે.

સૌથી પહેલા ૬ આંબળા લેવાના છે, તે આંબળાને બાફી દેવાના છે. ત્યારબાદ બફાઈ ગયા પછી તેને મિક્ચરમાં જ્યુસ બનવાનો છે તેની પહેલા થોડુંક મીઠું અને મરી પાઉડર નાખીને તેનો જ્યુસ બનાવી લેવાનો છે. ત્યારબાદ તે જ્યૂસને ગરણી વડે ગાળી લેવાનો છે, પછી આ જ્યુસ તમારે પીવાનો છે.

આ આંબળામાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. આ જ્યુસ પીવાથી ચામડીના રોગોની સામે રક્ષણ મળે છે.

આ આંબળામાંથી વિટામિન A , B ૬, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ જેવા અમૂલ્ય તત્વો મળી આવે છે. જો તમે રોજનું એક આંબળું ખાઓ તો તમે નિરોગી રહી શકો. તેની સાથે સાથે આંખોનું તેજ પણ વધે છે. વાળનો ગ્રોથ પણ સારો એવો થાય છે. આવા તો બીજા કેટલાય ફાયદાઓ થાય છે, તો તમે રોજ આંબળા ખાઓ અને શરીરને નિરોગી રાખો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!