ભરૂચના 62 વર્ષના વૃદ્ધ દાદાના શરીરમાંથી એવડી મોટી પથરી નીકળી કે તેને જોઈને ડોક્ટરો પણ કહેવા લાગ્યા પથરી છે કે પથ્થરો.

ડેડીયાપાડાના એક વૃદ્ધના બ્લેડરમાંથી વિશ્વની સૌથી મોટી નારિયેળ સાઈઝની પથરી કાઢવામાં આવી છે. ભરૂચના ડોક્ટરોએ ૨.૫ કલાકના ઓપેરશન પછી આ વૃદ્ધના શરીર માંથી આ મહાકાય પથરી કાઢવામાં આવી હતી. આ પથરીનું વજન 640 ગ્રામ હતું. આ વૃદ્ધ વ્યક્તિના શરીરમાં આટલી મોટી પથરી હોવાના કારણે તેમને ખુબજ અસહ્ય પીડા થતી હતી.

૨.૫ કલાકની મહેનત બાદ ડોક્ટરોએ આ વૃદ્ધને અસહ્ય પીડામાંથી છુટકાળો અપાવીને તેમનો જીવ બચાવ્યો હતો. આ વૃદ્ધની ઉમર 62 વર્ષ છે અને તેમનું નામ મોતી સિંહ છે.

તેમના શરીરમાં છેલ્લા ૨૦ વર્ષથી પથરી વિકસિત થઇ રહી હતી. 640 ગ્રામની પથરી વૃદ્ધના શરીરમાં હોવાના કારણે તકલીફો ખુબજ અસહ્ય બની ગઈ હતી. મોતી સિંહને પેશાબ કરતી વખતે બળતરા આ સાથે ચાલવામાં પણ ખુબજ તકલીફ થતી હતી.

વૃદ્ધની તકલીફ અસહ્ય બનતા તે ભરૂચના ડોક્ટર જોડે પથરીની સારવાર કરવા માટે પહોંચી ગયા હતા. જયારે ડોકટરે સારવાર માટે એક્સરે કર્યો ત્યારે તેમને મોટી ગાંઠ જેવું દેખાયું.

થોડી તાપસ કરતા જાણવા મળ્યું કે આ કોઈ ગાંઠ નહિ પણ પથરી છે. ત્યાર પછી મુત્રાશયમાં રહેલી 640 ગ્રામની પથરી ૨.૫ કલાકના ઓપેરશન બાદ કાઢવામાં આવી હતી અને વૃદ્ધને અસહ્યપીડા માંથી છુટકાળો મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!