દીકરાની ફરજ બજાવી વહુએ, હોસ્પિટલમાં લઇ જવા માટે સાધન ના મળ્યું તો પોતાની પીઠ ઉપર બેસાડીને દવાખાને પહોંચાડ્યા સસરાને.

કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં કેટલાય લોકો સપડાઈ ગયા છે, આવી સ્થિતિમાં કેટલાય પરિવારો વિખરાઈ ગયા છે. મહામારીના સમયમાં લોકોને હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સો પણ નહતી મળતી જેથી કરીને કેટલાય દર્દીઓને તેઓનો જીવ ગુમાવવો પડ્યો હતો.

એક એવો કિસ્સો જેમાં આ વહુએ તેના સસરાને ખભા ઉપર લઈને બે કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ સુધી લઇ ગઈ હતી. આ કિસ્સો આસામના નવગામનો છે જ્યાં વહુ નિહારિકાના સસરાને થોડા

દિવસો પહેલા કોરોના થયો હતો. પણ તે વિસ્તારથી કોઈ પણ રીક્ષા કે સાધન નહતા મળતા, જેથી તે તેના સસરાને હોસ્પિટલ સુધી નહતી લઇ જઈ શકી અને તેમની ઘરેથી જ સારવાર ચાલુ હતી.

તેવામાં એક દિવસ અચાનક તેમના સસરાની તબિયત બગડી હતી, તે વખતે ઘરમાં કોઈ પુરુષ હાજર નહતું જેથી તેઓને સારવાર માટે વહુ નિહારિકાને હોસ્પિટલ લઇ જવાની ફરજ પડી હતી.

તેવામાં વહુએ ઓટો બુક કરી હતી પણ તે ઘરે નહતી આવી શકી. જેથી આ વહુને તેમના સસરાની હાલત જોઈ શકતી નહતી, જેથી આ વહુ તેમના સસરાને ખભા ઉપર લઈને ઘરેથી બે કિલોમીટર દૂર ઓટો સ્ટેન્ડ સુધી ખભા ઉપર લઈને ચાલીને ગઈ હતી.

ઓંટો સ્ટેન્ડ સુધી નિહારિકા ચાલીને પહોંચી અને તેના પછી કોવીડ કેર જઈને તેની પણ તપાસ કરાવી હતી જેમાં તે પણ કોરોના પોઝિટિવ આવી હતી. લોકો એવી વાતો પણ કરી રહ્યા છે કે વહુ હોય તો નિહારિકા જેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!