ગુજરાતની આ જગ્યાએ કળા અને ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ. જાણો આગળની આગાહી વિષે.
સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે.ત્યારે કચ્છના વાગડમાં કમોસમી વરસાદ સાથે ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે.મોસમનો બદલાવ અને ભૂકંપના કારણે લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી.કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના કેટલાક ગામોમાં કળા સાથે વરસાદ પડ્યો હતો.
આ સાથે સાથે ભચાઉ અને રાપર તાલુકાના વિસ્તારમાં ભૂકંપના હરવા આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી અનુસાર ભચાઉ અને રાપર તાલુકાના કેટલાક ગામોમાં કળા સાથે વરસાદ પડ્યો હતો.
આ વિસ્તારોમાં દિવસે ગરમી રાતે ઠંડી અમે સાંજે ઝાપટું પડતા આમ આ વિસ્તારના લોકોએ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો હતો.આ સાથે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. તો કેટલાક લોકોના ઘર પરથી પતરા પણ ઉડી ગયા હતા.
સાથે જ ભારે પવનના કારણે કેટલાક ઝાડ પણ પડી ગયા હતા.અહેવાલો અનુસાર સતત ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકાઓ અનુભવાય હતા.રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ હજુ નોર્મલ નથી થઇ ત્યાં તો કમોસમી વરસાદના લીધો ખેતીને પણ ભારે નુકશાન થયું છે
અને નાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ખુશીની વાત એ છે કે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.ગોંડલ અને બનાસકાંઠાના કેટલાક ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.