હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી. ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ.
ગુજરાતમાં તાઉતે અને યાસ વાવજોડા ના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ગુરુવારના દિવસે ખુબજ ઉકરાટ ભર્યું વાતવરણ હતું.
આ સાથે મહેસાણા સહીત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા ગત રાતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોળવાયો હતો.
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન ફૂંકાતા છાપરા ઉડવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી. ગઈકાલે ગુજરાતના 7 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ પાટણમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઊંઝા, મહેસાણા, હિંમતનગર અને વિજયનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બિનમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે.
લોકોને ગરમીમાંથી તો છૂટકળો મળ્યો હતો પણ ખેડૂતોને પાકમાં ભારે નુકશાન થયું છે સૌથી વધુ પાટણમાં અસર થઇ હતી. જેના કારણે પાટણના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા 31 મેં થી 1 જૂન સુધીમાં ભારતમાં ગમે તે દિવસે ચોમાસુ બેસી શકે છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસુ બેસી શકે છે.