ગુજરાતની આ મહેલથી પણ મોટી જેલમાં ફક્ત એક કેદીને રાખવામાં આવ્યો છે…

દેશની એવી કેટલીક જેલો અને કેદીઓની સ્થિતિ વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી જ હશે. તમે જાણતા હશો કે દેશમાં કેદીઓની સંખ્યા વધુ છે અને તે મુજબ જેલોમાં બેરેકની સંખ્યા ઓછી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારતમાં એક એવી જેલ પણ છે અને ત્યાં એક જ કેદી સજા ભોગવી રહ્યો છે. આ જેલ મહેલ જેવી જ છે કેમ કે, તે પાણીની વચ્ચે આવેલી છે.

આ જેલ વોબકેન્ત્રા રાજ્યના દીવમાં સ્થિત છે. આ જેલની ભવ્યતા જોવા જેવી છે. દરિયાની વચ્ચે આવેલું આ જેલઘર ખૂબ જ સુંદર છે. આ એક સમયે પોર્ટુગીઝ વસાહતનો એક ભાગ હતું. જેલની ઇમારત એ અંદાજ ૪૭૨ વર્ષ જેટલી જુની છે.

તેમાં વધુ રસપ્રદ વાત તો એ છે કે આ જેલની અંદર દીપક કાનજી નામનો એક જ કેદી છે. દીપક ખાલી ૩૦ વર્ષનો છે. જેમાં દિપકની ઉપર તેની પત્નીને ઝેર આપવાનો આરોપ છે. દીપકની સુનાવણી થયા પછી તેને બીજી જેલમાં ખસેડ્યો છે.

કાનજી એક કેદી તરીકે જેલમાં એકલો જ રહે છે, તેની સુરક્ષા માટે ૫ જવાન અને ૧ જેલર મુકવામાં આવ્યા છે. દરેકની ફરજ પાળી પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે. અમરેલીથી જેલ દીવથી ૧૦૦ કિમી દૂર આવેલી છે.

એક બ્રિજ ગુજરાત અને દીવના દરિયાકાંઠાનું જોડાણ કરે છે. ૪ કેદીઓને બદલી કરીને , ૨ કેદીઓની સજા પુરી થઇ ગઈ હતી પછી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા, પછી ત્યાં ખાલી દીપક કાનજી જ વધ્યા છે.

અહીંની ખાસ વાત તો એ છે કે, દીપક જે બેરેકમાં છે તેની ક્ષમતા ૨૦ કેદીઓને છે. કેદી તરીકે નજીકની રેસ્ટોરન્ટમાં તેને જમવાની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જેલમાં તેને થોડા સમય માટે ટેલિવિઝન અને બીજી આધ્યાત્મિક ચેનલોને જોવાની પણ મંજૂરી આપવામાં આવી છે. તેની સિવાય તે સાંજે ૪ થી ૬ દરમિયાન બે સૈનિકો સાથે ખુલ્લી હવામાં પણ હરિ ફરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!