આ ઝાડના પાન અને ફળ તમારા શરીરમાં રહેલા ૧૦ પ્રકારના રોગોને જડમૂળમાંથી દૂર કરી દેશે…
માણસની શરીર અવનવી બીમારીઓથી પીડાતું હોય છે, તેનાથી બચવા માટે આ દુનિયામાં એવા કેટલાય વૃક્ષઓ અને છોડવાઓ રહેલા છે. જેનાથી શરીરમાં જામી ગયેલી બીમારીઓને પણ જડમૂળમાંથી ઉખાડીને બહાર ફેંકી દે છે.
આ વૃક્ષનું નામ બીલીનું વૃક્ષ છે, તેના પાનનો સબંધ આપણા ધાર્મિક ગ્રંથ સાથે આયુર્વેદમાં પણ મહત્વનો છે. આ બીલીના પાન શરીરની આ બીમારી માટે જડીબુટ્ટી સ્વરૂપે કામ કરશે.
બીલીના બે પાન લઈને તેનો રસ કાઢીને એક ગ્લાસ હૂંફાળું પાણી નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. જે લોકોને ઝાડા થઇ જતા હોય છે તેમની માટે એક ગ્લાસ પાણીમાં બીલીના ફળનો રજ નાખીને
તેમાં થોડોક સૂંઠ પાઉડર નાખીને પીવાથી ઝાડા તાત્કાલિક બંધ થઇ જાય છે. બીલાના ફળના બે ચમચી રસમાં અડધી ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી આપણું હૃદય સાફ રહે છે અને તેની સાથે સાથે બ્લડપ્રેશરની તકલીફ પણ દૂર થાય છે.
જે લોકોને એડિટિનીએસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ રોજે રોજ બીલાના રસમાં એક ચમચી મધ નાખીને પીવાથી એસીડીટીમાં મોટી રાહત રહે છે. લોહીને શુદ્ધ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણી,
તેમાં બે ચમચી બીલાંનો રસ અને તેમાં એક ચમચી મધ નાખો જેથી તમારું લોહી શુદ્ધ થઇ જશે. આમ અઠવાડિયામાં ત્રણ દિવસ પીવાથી ઘણો મોટો ફાયદો થાય છે. જે લોકોને મરડો થઇ જાય છે તે લોકોને પણ ઘણી મોટી રાહત રે છે. એક વાર નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.