જૂનાગઢમાં આવેલી છે રહસ્યમય હનુમાન ધારા, અહીં આવતા દરેક ભક્તોની પરીક્ષા લે છે હનુમાન દાદા.
આજે અમે તમને જુનાગઢમાં આવેલી રહસ્યમય હનુમાન ધારા વિષે જણાવીશું. આ હનુમાન ધારા ગિરનાર પર્વત પર આવેલું છે. અહીં આવેલા કુંડમાં હનુમાન દાદાના મુખ માંથી પાણી આવ છે.
માટે આ સ્થળ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હનુમાન ધારા જવા માટે કઠણ પહાડી રસ્તો ચઢીને જવું પડે છે. આ સ્થળ કેટલું જૂનું છે તેની જાણકારી આજ દિન સુધી કોઈ લગાવી શક્યું નથી.
હનુમાન ધારાના મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિની આંખોમાં જોતા એવું લાગે છે કે હનુમાન દાદા હસી રહ્યા હોય. જે ભક્તો પણ હનુમાન ધારાના દર્શન કરવા માટે આવે છે.
તે ભક્તો આ કુંડમાં હાથ પગ ધોવાનું કયારેય નથી ભૂલતા કારણ કે માનવામાં આવે છે કે જે લોકો પણ અહીં હાથ પગ ધોવે છે. તેમના પર હનુમાન દાદા ખુબજ પ્રસન્ન થાય છે.
આ ધારા પર્વતના પથ્થરો માંથી નીકળીને હનુમાન દાદાના મુખ માંથી બહાર આવે છે. અહીં હનુમાન દાદા બાળ સ્વરૂપે બિરાજમાન છે. આ કુંડમાં ક્યારેય પાણી સુકાતું નથી હંમેશા પાણીથી છલો છલ ભરાયેલો રહે છે.
કહેવામાં આવે છે કે આ પાણીથી બધા રોગોનું નિવારણ થયા છે. હનુમાન દાદા અહીં આવતા ભક્તોની પરીક્ષા લે છે. કારણ કે અહીં આવવાનો રસ્તો ખુબજ કઠિન છે. આ રસ્તો કોઈ પરીક્ષાથી ઓછો નથી. હનુમાન ધારા આવવા માટે બધા ભક્તોએ ઘણી તકલીફો સહેવી પડે છે. માટે અહીં આવતા ભક્તો પર હનુમાન દાદા ખુબજ પ્રસન્ન થાય છે.