જયારે છોકરાઓ નાના હતા ત્યારે જમતા મોઢું બગડતુ ત્યારે માતા પોતાની સાડીથી મોઢું સાફ કરતી, જયારે ઘડપણમાં જમતા માં નું મોઢું બગડવા લાગ્યું ત્યારે છોકરાઓએ મોં ફેરવી લીધું.

મહેસાણાના રહેવાસી નાથીબેનના પતિનું મૃત્યુ 15 વર્ષ પહેલા જ થઇ ગયું હતું. તેમના બે દીકરા હતા તેમનું નામ હરિઓમ અને વિષ્ણુ હતું. તે બંને પોતાની મા ની કોઈપણ જાતની સેવા કે સંભાર રાખતા ન હતા

અને બંને તેમની સાથે વાત પણ નથી કરતા. કોઈવાર તો આખા દિવસો સુધી જમવાનું પણ નથી આપતા. પોતાની મા ને આવી વેદના આપતા હોવાથી પાડોશી ઓથી રહેવાયું નહિ અને પોલીસ બોલાવી લીધી.

પોલીસે નાથીબેનના ઘરે આવીને બધી પૂછતાજ કરી અને નાથીબેનના બંને દીકરાઓને જેલ મોકલવાની વાત કરી પણ નાથીબેને પોલીસને આવું ન કરવાનું જણાવ્યું. નાથી બેને કહ્યું કે ખાલી તેમને કહો કે મારી સાથે વાત કરે અને મને ખાવાનું આપે. પોલીસે બંનેને ઠપકો આપીને છોડી દીધા.

પોલીસના ગયા પછી એક છોકરો તેની મા ને તેના ઘરે લઇ ગયો અને પહેલાતો તેને સારું રાખવા લાગ્યા પણ ઉંમરના સાથે તેમના હાથ ધૂજતા હતા માટે ખાવાનું ઢોળાતું હતું .

પછી તેમનો દીકરો તેમને એક ખૂણામાં બેસાડીને જમવાનું આપવા લાગ્યા. પોતાની સાથે થતા આવા વર્તનથી નાથીબેન રડવા લાગ્યા. આ બધું તેમનો પૌત્ર જોઈ રહ્યો હતો. એકવાર તેને પણ તેના માતા પિતાને કહ્યું કે જયારે મારા લગ્ન થઇ જશે

અને તમે ઘરડા થઇ જશો ત્યારે હું પણ તમને એજ ખૂણામાં જમવાનું આપી. આ વાત સાંભરીને નાથીબેનના પુત્ર અને વહુની આંખો ખુલી ગઈ. દરેક પોતાના માતા પિતાની સંભાર રાખવી જોઈએ.

error: Content is protected !!