જૂનાગઢમાં ગાય માતા એક પણ વખત ગર્ભધારણ કર્યા વિના જ આપે છે દૂધ, આવી ગાયો દેવ- દેવતાઓની પ્રિય માનવામાં આવે છે. લોકો દૂર દૂરથી આવે છે દર્શન કરવા.

આજ સુધી તમે ઘણા ચમત્કાર વિષે સાંભર્યું હશે પણ આજે અમે તમને એક એવા કુદરતી ચમત્કાર વિષે જણાવીશું કે જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જશો. કોઈપણ પ્રાણી પોતાના બચ્યાને જન્મ આપ્યા બાદ જ દૂધ આપવાનું શરુ કરે છે પણ ગુજરાતના જૂનાગઢ માંથી આવો જ એક ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જૂનાગઢની એક ગાય કોઈપણ વાછરડાને જન્મ આપ્યા વગર જ દૂધ આપે છે.

આ ગાય જૂનાગઢના બલવાળામાં આવેલી છે. જે એક ગીર ગાય છે અને કોઈપણ વાછરડાને જન્મ આપ્યા વગળ જ બે ટાઈમ દૂધ આપે છે. આ ગાયની ઉંમર લગભગ ૨.૫ વર્ષ છે.

આ ગાયએ અત્યાર સુધી એક પણ વાર ગર્ભ ધારણ કર્યું નથી તો પણ આ ગાય દૂધ આપે છે. આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. આ ગાયના દૂધનો ઉપયોગ ફક્ત પૂજા માટે થાય છે. ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર આ ગાયનું દૂધ ચઢાવવામાં આવે છે.

ડોક્ટરો પણ આ ચમત્કારને જોઈ હેરાન છે. આ ગાયને કામાક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આવી ગયો દેવી દેવતાઓને પ્રિય હોય છે. આ ઘટનાની જાણ થતા જ લોકો દૂર દૂરથી ગાય માતાના દર્શન કરવા માટે બલવાળા ગામમાં આવે છે.

આ ગાયને દૈવી અવતાર માનીને આ ગાયના દૂધનો ઉપયોગ ફક્ત પૂજા માટે કરવામાં આવે છે. ગામ લોકો આ ગાયની પૂજા કરે છે. ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!