જામનગરમાં ગર્ભવતી માતા પોતાના બે વર્ષના દીકરાને લઈને ઘરે જઈ રહી હતી તેમની સાથે થયું એવું કે માતાએ પોતાની નજરો સામે જ પોતાના બંને બાળકો ગુમાવી દીધા.

દિવસ દરમિયાન એક્સીડંટના ઘણા બનાવો બનતા હોય છે. જેમાં ઘણા પરિવારની ખુશીઓ છીનવાઈ જતી હોય છે. જામનગરથી એક્સીડંટની આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે. બની એવી ઘટના કે જેનાથી આખા પરિવારમાં સદાયની માટે માતા છવાઈ ગયો હતો.

જામનગરના લાલપુર બાયપાસ રોડ પર રહેતા હંસાબેન પોતાના બે વર્ષના દીકરાને લઈને ઘરે જઈ રહયા હતા.હંસા બેન ગર્ભવતી હતા તેમાં પરિવારમાં બીજું બાળક આવતા આખા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી.

હંસા બેન પોતાના દીકરાને ઘરે લઈને આવી રહ્યાં હતા. એ સમયે એક યુવક ફૂલ ઝડપે બાઈક ચલાવીને આવી રહ્યો હતો અને તેને ચળાઈને આવતા માતા દીકરાને અડફેટે લીધા હતા. જેમાં માં દીકરો ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

તેમને તરત જ હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં દીકરા સાગરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ થઇ ગયું હતું અને હંસા બેનને પણ ગંભીર ઈજાઓ આવતા તેમાં ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થઇ જતા તેમની પર બેવડું દુઃખ છવાઈ ગયું હતું. એક સાથે બે બાળકોને ખોવાનું દુઃખ એક માતા પિતા જ સમજી શકે છે.

આ વાતની જાણ થતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે બાઈક ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે બે બાળકોનું મૃત્યુ થતા આખા પરિવારમાં શોકનું મોઝું ફળી વળ્યું હતું. અકસ્માત સર્જીને બાઈક ચાલાક ત્યાંથી નાસી છૂટ્યો હતો . હાલ તેની શોધ ખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!