ભરૂચના આ ગામના લોકો કોરોનાથી કંટારી ગયા હતા જેથી આ પગલું ભર્યું, જે જાણીને તમે પણ વાહ બોલશો.

સમગ્ર દેશમાં કોરોની કહેર વરસી છે અને તેનાથી દેશભરમાં બધી જ હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે, તેવામાં દર્દીઓને બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં નથી મળતા

તેનાથી દર્દીઓ અને તેમના સ્વજનો ખુબ જ હેરાન થઇ રહ્યા છે. આ કોરોનથી બચવાની માટે લોકોએ અને સરકારે કેટલીક મહત્વની ગાઈડલાઈનો પણ જારી કરી છે. તેની સાથે સાથે હાલની સ્થિતિમાં કોરોના ગામડાઓમાં પણ ઘુસી ગયો છે.

જેથી ગામડાના લોકો ખુબ જ કંટારી ગયા છે અને ગમે તે કરીને આ કોરોનાથી બચવાના પ્રયાસો પણ કરી રહ્યા છે, તેઓ ગામમાં પણ સ્વયંભૂ લોકડાઉન પણ કરી દીધું છે. તેવામાં ભરૂચનું સેગવા ગામ

કે જ્યાં આ કોરોનની વિકટ પરિસ્થિતિથી કંટારી ગયેલા ગ્રામ જનોએ તેમના જ ગામમાં કોવીડ સેન્ટર જ ઉભું કરી નાખ્યું છે. જેમાં આ ગામમાં જે બેટીઓ નર્સ અને ડોક્ટર છે તે આ કોવીડ સેન્ટરમાં સેવા આપી રહ્યા છે.

આ ગામના લોકોને મફતમાં સારવાર મળી રહે તેની માટે વિદેશમાંથી આર્થિક મદદ મળી રહે છે. આ ગામમાં ૨૭ મી એપ્રિલથી આ સેવા ચાલુ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી ૪૭૫ થી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ મૅળવ્યો છે. જે દીકરીઓ ડોક્ટર અને નર્સ છે તેમાં સેવા આપી રહ્યા છે તેમના મમ્મી અને પપ્પા આ સેવાનું કામ માટે પ્રોત્સાહિત કરે છે.

error: Content is protected !!