પિતાનું અવસાન થઇ જતા ગામના લોકોએ અર્થી ઉપાડવાની ના પાડી દીધી, જેથી મૃતકની દીકરીઓએ જ પિતાની અર્થી ઉપાડી અને અંતિમ સંસ્કાર કર્યા…

આપણી આ દુનિયામાં એવા કેટલાય કિસ્સાઓ અવાર નવાર બનતા જ રહેતા હોય છે, તેવામાં હાલ એક કિસ્સો નજર સામે આવ્યો છે જેને જાણીને તમે પણ એક સમય વિચારતા થઇ જશો.

maharashtra-funeral-daughter-panchayat-punishment

આ કિસ્સો મહારાષ્ટ્રના ચંદ્રપુરનો છે જ્યાં એક વ્યક્તિનું મોત થયું હતું અને તેના પછી તેને ખભો આપવા માટે કોઈ આગળ નહતું આવ્યું. આ મૃતકના પરિવારજનોએ ગામના લોકોને ઘણી આજીજી પણ કરી હતી પણ કોઈએ ખભો આપ્યો નહતો અને તેથી જ મૃતકની પુત્રીઓએ જાતે જ ખભો આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

maharashtra-funeral-daughter-panchayat-punishment

અહીંયા ગામ પંચાયતે તેઓને ગામથી અલગ રાખ્યા હતા, અને તેના કારણે આખા ગામમાંથી કોઈએ પણ આ મૃત વ્યક્તિને ખભો નહતો આપ્યો. ચંદ્રપુરના ભાંગારામ વોર્ડમાં રહેતા એક ૫૮ વર્ષીય પ્રકાશ ઓગલે ઘણા એવા લાંબા સમયથી બીમાર જ હતા.

અને તેઓએ અચાનક તેઓએ જીવ ગુમાવ્યો હતો અને પિતાના મૃત્યુની વાત જાણતા જ તેમની પુત્રીઓ ઘરે આવી ગઈ હતી અને તેમના અંતિમ સંસ્કારની તૈયારી પણ ચાલુ કરી દીધી હતી. પહેલા તો દીકરીઓને એવું જ લાગ્યું હતું કે આ ગામના લોકો તેમને મદદે આવીને તેમની અંતિમ કરીએ કરવામાં મદદ કરશે.

maharashtra-funeral-daughter-panchayat-punishment

અને તેમના અંતિમ સંસ્કારની તૈયારી પણ ચાલુ કરી દીધી હતી. પહેલા તો દીકરીઓને એવું જ લાગ્યું હતું કે આ ગામના લોકો મદદે આવશે પણ સમય ગયો તો પણ કોઈ મદદે ના આવ્યું.

ત્યાર પછી પ્રકાશ ઓગલેની દિકરીઓએ તેમની હિંમત બતાવી અને તેઓએ નનામીને ખભો આપીને અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાને ગઈ હતી. આ દીકરીઓએ એવું જણાવે છે કે, જાટપંચાયતે ફરજ પાડી હતી કે કોઈ પણ વ્યક્તિ અમારા પિતાને ખભો નઈ આપે, જો આપશે તો તેને પણ સમાજની બહાર કરી દેવામાં આવશે.

maharashtra-funeral-daughter-panchayat-punishment

પ્રકાશ ઓગલેને ૭ પુત્રી અને બે પુત્રો છે. તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને તે પૈસાના અભાવે પ્રકાશ ઓગલે લગ્ન જેવા સમાજના કોઈ કાર્યક્રમમાં ભાગ નહતા લઇ શક્યા અને જેથી તેઓને ગામ પંચાયતે ગામના કોઈપણ કાર્યક્રમમાં જશે તો તેને પણ દંડ ફટકાર્યો હતો.

ઓગલેના અવસાન બાદ સબંધીઓને જાણ કરી હતી પણ ગામના આદેશને લીધે કોઈ સબંધી તેઓના ઘરે નહતા આવ્યા. જેથી જો સમાજના કોઈ પણ વ્યક્તિઓ તેને ખભો આપશે તો તેને પણ સમાજમાંથી બહાર કરવામાં આવશે.

કોઈએ પણ પિતાના દેહને ખભો ના આપ્યો અને તેથી પુત્રી જયશ્રીએ હિંમત બતાવી, તેની બહેનો સાથે જોડાઇ ગઈ અને નનામીને ખભો આપ્યો હતો, તેથી જ આ બહેનોએ સાથે મળીને પિતાના અંતિમ સંસ્કાર પુરા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!