ગુજરાતનું આ એક ગામ કે કોરોના હજુ તેનો વાળ પણ વાંકો નથી કરી શક્યો.

કોરોનાની બીજી લહેર દેશમાં તબાહી મચાવી રહી છે. દેશમાં લોકો ઠેર ઠેર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાથી એટલા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે કે આજે સ્મશાનમાં પણ જગ્યા નથી રહી. જ્યાં જુઓ ત્યાં મોટી લાઈનો લાગી રહી છે. કોરોનાના આવા કપરા કારમાં પણ મહીસાગર જિલ્લાનું એક નાનકડું ગામ કોરોના મુક્ત થઇ ગયું છે.

મહીસાગર જિલ્લામાં આવેલું ઉમરીયા ગામમાં આજ દિન સુધી એક પણ કેસ નથી નોંધાયો. આખા ગુજરાતની સાથે સાથે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાનો ભરડો ઉભરાયો હતો પણ આ ગામનો વાળ પણ વાંકો ન થયો.

લુણાવાડાની એકમાત્ર સરકારી જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાતા હોવાથી દર્દીઓ મોત ને ઘાટ ઉતરી રહ્યા છે. જિલ્લામાં ફક્ત 50 આઇસોલેશન બેડ હોવાથી કોરોના દર્દીઓને બીજા શહેરોમાં દાખલ કરવા પડી રહ્યા છે.

આવા કપરા કપરા કારમાં પણ મહીસાગરનું ઉમરીયા ગામ કોરોના મુક્ત જોવા મળી રહ્યું છે. વીરપુર ગામમાં આવેલું ઉમરીયા ગામમાં અંદાજિત 500 ની વસ્તી છે. આ ગામના મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.

આ ગામ સરકારના મોટા ભાગની સેવાઓથી વંચિત રહે છે. જયારે આ ગામમાં લોકોને કોરોના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે આજદિન સુધી આ ગામમાં એકપણ કોરોના કેસ નથી નોંધાયો.

error: Content is protected !!