જો આખા ગુજરાતને કોરોના મુક્ત કરવું હોય તો અમરેલીના આ નાના ગામથી લોકોને શીખવાની જરૂર છે.

કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે કોરોના મુક્ત થયું આ ગામ. આપણે બધા જાણીએ છીએ કે આ સમયે કોરોનાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતના બધા ગામોમોમાં કોરોનાના અનેક કેસો સામે આવી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ગુજરાતમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 50 લોકોના મોત થઇ ગયા હોય. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ અમરેલીનું નાના આંકરીયા ગામ આજે કોરોના મુક્ત બન્યું છે.

આ ગામમાં હવે એકપણ કોરોના કેસ નથી. અત્યાર સુધીમાં આ ગામમાં 20 લોકો જ કોરોના પોઝેટીવ આવ્યા હતા. પણ હાલની તારીખમાં આ ગામમાં એક પણ કોરોના કેસ નથી.

આની પાછરનું સૌથી મોટું કારણ લોકોની જાગૃતિને માનવામાં આવી રહ્યું છે. જયારે નાના આંકરીયા ગામમાં કોરોના સંક્રમણ શરુ થયું ત્યારે ગામની સ્કૂલને જ કોવિડ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું અને આ ગામના કોઈ પણ કોરોના દર્દીને ગામની બહાર ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂર પડી નથી.

આ સાથે ગામમાં વેક્સિનેશનનું કામ યોગ્ય રીતે પૂરું કરવામાં આવ્યું છે. ગામમાં 84 ટકા લોકોનું વેક્સિનેશન થઇ જવાથી આ ગામમાં કોરોના સંક્રમણ ખુબજ ઓછું છે. અત્યારે સુધી આ ગામમાં 20 લોકો જ કોરોના સંક્રમિત થયા છે

અને આમાંથી એક પણ માણસને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી નથી. આ બધું વેક્સિનેશનને કારણે સંભવ થયું છે. ગામના ફાળાથી ગામની અંદર જ એક કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે જેમાં બધીજ વ્યવસ્થા છે.

error: Content is protected !!