એવું તો શું છે ગુજરાતના આ ગામમાં કે, આ ખાસ દિવસે વહે છે ઘી ની નદી.

પહેલાના સમયમાં કહેવામા આવતું કે ભારતમાં દૂધ અને ઘી ની નદીઓ વહેતી હતી. જો તમને કહેવામાં આવે કે ગુજરાતમાં એવું એક ગામ છે કે જ્યાં ઘીની નદી વહે છે. રૂપાલ ગામમાં દર વર્ષે આસો સુદ નોમના દિવસે ગામમાં નીકળે છે માતાજીની પલ્લી ત્યારે ગામમાં લાખો લીટર ઘી ની નદીઓ હવે છે. રૂપાલ ગામ ગાંધીનગરથી ૧૩ કિલોમીટર દૂર આવેલૂ છે.

રૂપાલ ગામમાં એક ભવ્ય મંદિર આવેલું છે. જેમાં સાક્ષાત બિરાજમાન છે માં વરદાયિની એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને તેમને માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિસ્થા પણ કરાવી હતી.

આસો સુદ નોમના દિવસે આખા ગામમાં માતાજીની પલ્લી કાઢવામાં આવે છે અને આ પલ્લીને બીજા દિવસે મંદિરમાં પાછી લાવવામાં આવે છે. આ પલ્લીમાં માતાજીને લાખો લીટર ઘી ચઢાવવામાં આવે છે.

એક અંદાજ મુજબ 5 લાખ લીટર ઘીનો અભિષેક માતાજીને કરવામાં આવે છે અને 12 થી 15 લાખ ભાવિકો આ દિવસે મંદિરમાં ઉમટે છે. આજ દિન સુધી કોઈ પણ મોટી ઘટના ઘટી નથી. આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી પર ઘી ચઢાવવામાં આવે છે.

જે લોકો એ માનતા માની હોય એવા લોકો આ દિવસે માતજીનો ઘી થી અભિષેક કરે છે. રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે ઘીની નદીઓ હવે છે. જે લોકો અહીં માતજીની માનતા માને છે તેમની દરેક માનતા પુરી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!