ગુજરાતના આ ગામમાં વરરાજા પોતાના લગ્નમાં ઘરે બેસે છે અને વરરાજાની બહેન ઘોડી પર બેસીને ભાભીને લેવા જાય છે, આ ગામના કોઈપણ પુરુષે પોતાના લગ્ન જોયા જ નથી.
આમતો લગ્નમાં વરરાજા તૈયાર થઈને પરણવા માટે જાન સાસરીમાં લઈને જાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના એક ગામમાં વરરાજા પરણવા માટે જાન લઈને જતા નથી. ગુજરાતના ગામે ગામ રીતિ રિવાજો અલગ અલગ હોય છે. છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોડર પાસે આવેલા ત્રણ ગામોમાં વરરાજા પરણવા માટે જાન લઈને જતા નથી.
વરરાજાની બદલીમાં વરરાજાની બહેન ઘોડી પર બેસીને ભાભીના ઘરે જાય છે. ત્યાં ચોરીમાં ફેરા ફરે છે એટલું જ નહિ ભાભીને પોતાના ભાઈ તરફથી મંગળસૂત્ર અને સિંદૂર પણ આપે છે.
પછી ભાભીને લઈને નણંદ પોતાના ઘરે પાછી આવે છે. છોટા ઉદેપુરના આદિવાસી વસ્તી ધરાવતા ગામ સુરખેડા, અંબાલા અને સનાળા માં આ પરંપરા નિભાવવામાં આવે છે.
જેમાં વરરાજા પોતે પોતાની જાન માં જતા જ નથી વરરાજાની બહેન ઘોડી પર બેસીને એક વાંસની પોટલી લઈને ભાભીને લેવા માટે જાય છે. વરરાજા શેરવાની પહેરીને પોતાના ઘરે તૈયાર થઈને બેસી રહે છે.
ઘરે આવીને બહેન પોતાની ભાભીને ભાઈના હાથમાં સોંપે છે. થોડા રીતિ રિવાજો કરીને પછી બંને પોતાનો ઘર સંસાર માણી શકે છે. આ ગામના પુરુષોએ પોતાના લગ્ન કદી જોયા જ નથી.
ગામ લોકોનું માનવું છે કે જો કોઈએ આ પરંપરા તોડવાની કોશિશ કરી તો તેના પરિવાર સાથે કઈ હાદસો થઇ શકે છે. તેમનું માનવું છે કે તેમના કુળ દેવતા કુવાળા હતા માટે જો કોઈ પુરુષ પોતાના લગ્નમાં જાય તો કુળ દેવતા નારાજ થઇ જાય.