હાલમાં ગુજરાતના આ ગામમાં એક પણ કોરોનાનો કેસ નથી, જાણો કઈ રીતે સાચવણી કરી છે આ ગામના લોકોએ…

હાલમાં દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેનાથી લોકો હોસ્પિટલની બહાર લાઈનોમાં ઉભા રહીને સારવાર કરાવવા કરુણ પુકાર કરી રહ્યા છે. તો કેટલાક લોકો સરકારની ગાઇડલાઇનનું કડકપણે પાલન પણ કરી રહ્યા છે, તેવામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પણ કરી નાખ્યું છે.

આવી કપળી પરિસ્થિતિમાં ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં અત્યાર સુધી ખાલી કોરોનાનો એક જ કેસ આવ્યો છે, આ ગામએ સુરેન્દ્રનગર જિલ્લાનું એક એવું ગામ સુલતાન પુરા છે.

આ ગામમાં અત્યાર સુધી એક જ કોરોનાનો કેસ આવ્યો હતો અને તે પણ અમદાવાદથી આવ્યો હતો. જેથી આ ગામને કોરોના મુક્ત ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના લોકોમાં ભલે શિક્ષણનો અભાવ ભલે હોય પરંતુ આરોગ્યની માટે આખા ગામમાં જાગૃતિ જોવા મળે છે. આરોગ્યની બાબતે આ ગામ ગુજરાતમાં મોખરે છે.

સુલતાનપુર ગામમાં હાલમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ સર્જાયેલો છે, ગામના સરપંચ, તલાટી અને શાળાના પ્રિન્સિપાલ દ્વારા આખા ગામને દર ત્રણ દિવસે સૅનેટાઇઝ કરવામાં આવે છે.

તેની સાથે સાથે ગામની શાળામાં જ ઇમર્જન્સી ઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. આ ૪૦૦૦ લોકોની વસ્તી ધરાવતું આ ગામ ના લોકો કોરોના પ્રત્યે ઘણી કાળજીની સાથે કામ કરી રહ્યા છે. જે લોકો ગામમાં બહારથી આવતા હોય તેઓના પણ કોરોનાના ટેસ્ટ કરાવીને જ ગામમાં પ્રવેશવા દેવામાં આવે છે. આમ ગુજરાતનું આ ગામ કોરોના મુક્ત ગામમાનું એક ગામ ગણવામાં આવે છે.

error: Content is protected !!