આ એક ફળ જે તમારા શરીરમાં જાય છે, ત્યારે લોહી બનાવવાનું કારખાનું જ ઉભું કરી દે છે…
આપણા જીવનમાં આપણે એવા કેટલાય ફળો જોયા હશે કે, જે આપણા શરીરનને નિરોગી બનાવવામાં ઘણા મદદરૂપ બને છે. તેવામાં એક એવું ફળ છે જેને આપણે ખાઈએ છીએ ત્યારપછી તે આપણા
શરીરમાં જઈને લોહી બનાવવાનું કારખાનું ઉભું કરી દે છે. જેથી શરીરમાં લોહીની કમી નથી રહેતી. આપણે જાણીએ કે એવું કયું ફળ છે કે જેને ખાવાથી આપણા શરીરમાં બીજા કેટલાક મહત્વના ફાયદાઓ થાય છે.
આ ફળએ હોળીની ઋતુમાં આવે છે, તે ફળનું નામ ખજૂર છે. આ ખજૂર ખાવાથી આપણા ફેફસામાં રહેલો કફ અને બીજા કેટલાક રોગોની સામે રક્ષણ પૂરું પડે છે. તેની સાથે સાથે શરીરમાં જામેલો કચરો તથા આ કફને તોડીને બહાર કાઢવાનું કામ કરે છે.
સૌથી વધારે આર્યન અને ફોલિક એસિડ તથા લોહ તત્વએ પાલકની ભાજીમાં છે અને બીજા નંબરે ખજૂર આવે છે. ખજૂર ખાવાથી ખજૂર કચરો તો કાઢે જ છે અને તેની સાથે સાથે લોહી પણ ભરપૂર માત્રામાં બનાવવાનું કામ કરે છે.
ખજૂર ખાવાથી સંધિકાળમાં જે નાના નાના રોગો થતા હોય છે તેની સામે આપણને રક્ષણ મળે છે. તેનાથી આપણા લોહીની ઇમ્યુનીટીમાં વધારો પણ થાય છે. ખજૂર ખાવાથી શરીરની પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે,
જેથી અવનવા રોગોની સામે રક્ષણ મેળવા લોહીમાં પણ ઇમ્યુનીટી વધે છે. જે લોકોને વધારે પ્રમાણમાં એસીડીટી છે તેવા લોકોએ ખજૂરની દિવસમાં ૩ જ પેશી ખાવી અને એ પણ દૂધમાં નાખીને. કેમ કે ખજૂરની પ્રકૃતિ ગરમ છે તેમાં લોહ તત્વ ભરપૂર માત્રામાં છે તેથી આ ખજૂરનું યોગ્ય માત્રામાં સેવન તમારે કરવું જોઈએ.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.