વિરમગામમાં એક દુલ્હને શેરવાની પહેરીને પોતાનું ફુલેકુ કાઢ્યું તો તેને જોવા માટે ગામ લોકોએ કરી પડાપડી.

કોરોનાની કહેર વચ્ચે રાજકીય અને સામાજિક પ્રસંગો અને કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવા માં વિરામગામ તાલુકાના નભોઈ ગામનો એક વિડીયો હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

આ લગ્ન પ્રસંગમાં યુવતીને ઘોડા પર બસાડીને તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દુલ્હન પોતે શેરવાની પહેરીને વરરાજાની જેવો વેશ ધારણ કરીને ઘોડા પર બેસી હતી અને તેનો વળઘોડો કાઢવામાં આવ્યો હતો.

શેરવાની પહેરેલી દુલ્હનને ઘોડા પર બેસેલી જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. લોકો જાણે કોરોના છે જ નહિ. એમ આખું ગામ આ વરઘોડો જોવા ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા હતા અને કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

એક બાજુ આખા રાજ્યમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોનાના કાબુમાં લેવા માટે રાજ્યમાં આંશિક લોકડાઉન કેટલીક છૂટછાટ સાથે લગાવવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગમાં ભીડ એકત્ર કરવી હજુ પ્રતિબંધિત છે પણ તેમ છતાં હજુ કેટલાક લોકો બેદરકાર બન્યા છે.

આવ પ્રસંગે ભીડ એકત્ર કરવી મતલબ કોરોનાને આમંત્રણ આપવું. આ વરઘોડો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા એમાંથી મોટા ભાગના લોકોએ માસ્ક પણ નહતું પહેર્યું.

error: Content is protected !!