એમ્બ્યુલન્સ ડ્રાઈવરની માતાનું રાત્રે મૃત્યુ થઇ ગયું, તે વખતે તે ફરજ પર હતો, તેમ છતાં આખી રાત દર્દીઓની સેવા કરતો રહ્યો અને કહેવા લાગ્યો આજ મારી માતાની સાચી શ્રદ્ધાંજલિ હશે…

કોરોનાની મહામારીએ દેશભરમાં તેનો હાહાકાર મચાવી દીધો છે, જેમાં તેની બીજી અને ઘાતકી લહેરથી લોકોને બહુ વિકટ તકલીફોનો સામનો કરવો પડતો હતો. એકબીજાની નાનકડી મદદથી પણ ઘણા લોકોના જીવ બચાવી શકાયા છે.

તેવામાં કોરોના વોરિયર્સ જ આ સમય દરમિયાન તેમનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સેવામાં થયા આવ્યા હતા. તેવું એક ઉત્તમ ઉદાહરણ ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં નજરે જોવા મળ્યું છે જ્યાં એક એમ્બ્યુલન્સ ચાલકને તેની માતાના મોતના સમાચાર મળ્યા હતા અને તે પછી પણ તે આખી રાત દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતો રહ્યો.

જેમાં ખરેખર માનવતાનું આ એક ઉત્તમ ઉદાહરણ બેસાડનાર આ એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું નામ પ્રભાત યાદવ છે. પ્રભાત કોરોના સમયગાળામાં રોજેરોજ ઘણા બધા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાનું કામ કરતો હતો. ૧૫ મેના રોજ પણ તે તેના કામમાં હતો

અને જયારે તેને તેના ફોનમાં કોલ આવ્યો અને આ કોલ તેની માતાના અવસાનના સમાચાર વિશે હતો. જે વખતે આ કોલ આવ્યો તે વખતે પ્રભાત કોઈ દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. તો અવીસ્થિતિમાં તેણે ઘરે જવાને બદલે આખી રાત એમ્બ્યુલન્સ ચલાવીને ફરજ ચાલુ રાખી હતી. તે જ રાત્રે પ્રભાત અંદાજિત ૧૫ જેટલા દર્દીઓને સમયસર હોસ્પિટલમાં લઈ ગયો.

પ્રભાત રાતોરાત ફરજ પુરી કરીને સવારે ૨૦૦ કિમી દૂર તેના ઘરે આવ્યો અને તેને તેની માતાના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. પ્રભાતે એવું પણ કીધું હતું કે, એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર રોજેરોજ ઘણા એવા દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે કામ કરે છે.

પણ જો તેવી સ્થિતિમાં દુ: ખી થઈને બેસી જઈશું તો જે પરિવારોને અમારી સહાયની જરૂર છે તે લોકોનું શું થશે. જો આ સમયે હું મારી માતાના મૃત્યુનો શોક કરવાને બદલે કેટલાક દર્દીઓના જીવન બચાવી શકું, તો તેનાથી મારી માતા વધારે ખુશ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!