ખરેખર આ ડોક્ટરની હિંમત ને સલામ છે, પોતાની ચાલુ સારવારે દર્દીનો જીવ બચાવવા માટે પહોંચી ગયા પણ થયું એવું કે…
ગીર સોમનાથના ઉનાથી ડોક્ટરની માનવતા સામે આવી છે. જેને જાણીને તમે ઓણ બે વાર વિચારતા થઇ જશો. વાત એક છે કે ડોક્ટર બી.આર. પંડ્યા પોતે આ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે છે
પણ એ પણ બીમાર હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમની હાલત પણ ખુબજ ખરાબ હતી. ત્યારે અચાનક દર્દીની છાતી માં દુખાવો થતા પોતાની ચાલુ બોટલે ડોકટર દર્દીની સારવાર કરવા માટે જતા રહયા હતા.
ડોક્ટરે અથાગ પર્યત્નો કર્યા પણ તે દર્દીને બચાવી ન શક્યા તેથી તે ખુબજ દુઃખી થઇ ગયા હતા. દર્દીને હાર્ટ એટેકની અસર થતા તેને છાતીમાં દુખાવો ચાલુ થઇ ગયો હતો. આ જોતા જ ડોક્ટર પોતાની ચાલુ સારવારે ભાગીને દર્દી પાસે પહોંચી ગયા હતા પણ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ડોક્ટર તે દર્દીને બચાવી શક્યા નહિ.
લોકો આ ડોક્ટરની ખુબજ પ્રસંશા કરી રહ્યા છે. આજે આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ડોક્ટરોની બેદારકારીના ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે. કે ઘણા લોકોનું મૃત્યુ પણ થઇ ગયા છે.
ડોકટર પોતે પણ બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના હાથ પર પણ ગણી સીરીંજો લગાવેલી હતી તો પણ પોતાની ચિંતા કર્યા વગર દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટર ત્યાં પહોંચી ગયા હતા.