દાંતના ડોક્ટર હોવાથી કોરોનાગ્રસ્તોની મદદ નથી કરી શકતા તો, ચાલુ કરી આવી અનોખી સેવા…

હાલ સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેની વચ્ચે કોરોનના દર્દીઓને ઘણી મોટી તકલીફો પડી રહી છે. હોસ્પિટલની બહાર મોટી લાઈનો જોવા મળી રહી છે, કોરોનાના દર્દીઓને હાલમાં ઓક્સિજનની અછત પણ વર્તાઈ રહી છે. દેશની તમામ હોસ્પિટલો હાલમાં ઉભરાઈ રહી છે.

રાજ્યભરમાં લોકો આવા કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવા માટે આગળ આવ્યા છે અને તેથી એકબીજાને કોરોના વાળા દર્દીઓને જમવાનું અને તેમને એમ્યુલન્સની અછત સર્જાતા લોકો તેમની પોતાની ગાડીઓ આપી રહ્યા છે

તેમને હોસ્પિટલ લઇ જવાની માટે અને આવી અનોખી મદદ કરી રહ્યા છે. હાલમાં લોકો કાળાબજારીઓ કરી રહ્યા છે તેથી દર્દીઓને ઘણી મોટી તકલીફો પણ પડી રહી છે.

આવા કાળાબજારીઓની સામે બીજા એવા કેટલાક લોકો પણ છે જેમને ખરી માનવતાનું ઉદાહરણ પણ પૂરું પડ્યું છે. અમદાવાદના એવા કેટલાક દાંતના ડોક્ટરોએ પણ તેમનાથી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર નથી કરી શકે તેથી તેઓએ તેમની ક્લિનિક બંધ કરી દીધી છે. આવા કેટલાક દાંતના ડોકટરો ભેગા મળીને એલ જે લોકેજના કેમ્પસમાં મળીને દિવસ દરમિયાન બે રસોડા ચાલુ કર્યા છે.

આ રસોડામાંથી તેઓ રોજના ૫૦૦ જેટલા ટિફિન ભરીને કોરોનાના દર્દીઓને મફતમાં પહોંચાડે છે અને જમાડે છે. આ કામ કરવા માટે ડોક્ટર સહીત ૨૫ લોકોની ટીમ ભેગી થઇને આ માનવતાનું કામ કરી રહ્યા છે.

જયારે આ ડોક્ટરને પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું હતું કે, હાલની આ પરિસ્થિતિમાં લોકો હોમ ક્વોરનટાઇન છે. જેનાથી તેમને આ જમવાની ધણી મોટી તકલીફ પડે છે અને આ તકલીફ ના પડે તેની માટે અમે બીજા કેટલાક લોકોના સપોર્ટથી આ માનવતાનું કામ કરવાનું ચાલુ છે.

error: Content is protected !!