આ ખાસ દિવસે યમરાજ પોતે જ બધા પુરૂષોનું રક્ષણ કરે છે. મોટા ભગના લોકોને આ રહસ્ય વિષે જાણ નહિ હોય.

ભાઈબીજના દિવસનું એક અનેરું મહત્વ છે. એના વિષે ઓછા લોકો જ જાણતા હશે. ભાઈબીજનો દિવસ યમ દ્રિતીય તરીકે ઓળખાય છે. ભાઈબીજના દિવસે યમરાજની પૂજા કરવાથી તેમની કૃપા તમારા પર બની રહે છે. આ પૂજા કરવાથી યમરાજ પોતાના ભક્તો પર ક્યારેય અકાળે મૃત્યુ નથી આવવા દેતા. ભાઈબીજની પણ એક અનોખું રહસ્ય છે.

યમરાજને તેમની બહેન યમુના વારંવાર પોતાના ઘરે જમવા માટે બોલાવતા હતા પણ યમરાજને ઘણા કામો હોય છે. તેથી તે કદી નવળાં રહેતા નહિ પણ કારતક સુદ બીજના દિવસે યમરાજ યમુનાના ઘરે જમવા માટે ગયા હતા.

બહેને તેમના ભાઈને ખુબજ પ્રેમ પૂર્વક જમાડ્યા. યમરાજે યમુનાને કહ્યું કે એક વરદાન માંગ. ત્યારે યમુનાએ વરદાન માગ્યું કે દર વર્ષે તમે આ દિવસે મારા ઘરે જમવા માટે આવજો અને જે ભાઈ આજના દિવસે પોતાની બહેનના ઘરે જમવા માટે જશે તેનું કદી અકાળે અવસાન થશે નહિ.

આ સાથે આજના દિવસે જે પણ લોકો યમુનામાં સ્નાન કરીને યમરાજની પૂજા કરશે એનું આયુષ્ય વધશે. આ સાંભરીને યમરાજે તથાસ્તુઃ કહ્યું. એજ દિવસથી ભાઈબીજનો પવિત્ર દિવસ ઉજવવાનું શરૂ થયું.

ભાઈબીજના દિવસે યમરાજ અને યમુનાની પૂજા કરવામાં આવે છે. ભાઈબીજના દિવસે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે જમવા માટે જાય છે. તેનું કદી અકાળે મૃત્યુ નથી થતું.

error: Content is protected !!