રોજ સાંજે આ દિશામાં દીવો સરગાવવાથી તમારી સાત પેઢીઓ તળી જશે…
આપણા હિન્દૂ ધર્મમાં દીવાનું કેટલુંય મહત્વ છે, તેમાં જ દેવી અને દેવતાઓને યાદ કરી તેમની પૂજા, અર્ચના કરવાની માટે દીવો પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સવારે અને સાંજે એમ બે વખતે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. આપણા હિન્દૂ શાસ્ત્રમાં રાત્રે ઘરમાં દીવો પ્રગટાવવાનું એક અનેરું મહત્વ અપાયું છે.
આ દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે, અને સકારાત્મક ઉર્જા ઉદ્ભવે છે. જો તમે રાત્રે ઘરમાં દીવો નથી કરતા તો તમારે પણ મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.
જેનાથી બચવાની માટે તમારે રોજ સાંજે ઘી નો અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જે સમયે સૂર્યાસ્ત થાય છે તે વખતે ઘરમાં નકારાત્મક ઉર્જાઓ ઘરમાં આવે છે તેથી તે જ સમયે તમારે રોજે રોજ સાંજે દીવો કરવો જોઈએ. આ નકારાત્મક ઉર્જાથી તમારા ઘરમાં અને પરિવારમાં કંકાશો થાય છે, ઘરમાં રોજે રોજે નવી નવી બીમારીઓ આવતી રહે છે.
જેથી દેવી લક્ષ્મી નારાજ થઈને જતા રહે છે, પરિણામે તમારે મોટી ગરીબાઈનો પણ સામનો કરવો પડે છે. તમારે આ બધી મુસીબતોમાંથી દૂર રહેવાની માટે સાંજે હાથ-પગ ધોઈને પૂર્વ દિશામાં ઘી, તલનું તેલ અથવા તો સરસોનું તેલ લઈને દીવો કરવો જોઈએ.
જો તમને નોકરી અને ધંધા સબંધિત કોઈ પણ આર્થિક તકલીફ પડતી હોય તો તેની માટે રોજે રોજ ઉત્તર દિશામાં ઘી નો દીવો કરવાથી તમારી તમામ પ્રકારની ધનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે.