જાણો ક્યાં છે આવી હોટલ કે જ્યાં ૧ કલાકમાં આ થાળી પુરી કરી દેશો તો મળશે બુલેટ બાઈક.

લોકો પોતાના ધંધાને ટકાવી રાખવા માટે અવનવી જાહેરાતો લાવતા રહે છે. પુણે માં એક હોટલ માલિકે એવી જાહેરાત બહાર પાડી કે તેને જાણીને તમને પણ આ હોટલમાં શરત જીતવા માટે પહોંચી જશો.

હોટલ માલિકે જાહેરાત આપી છે કે તમે અહીં ખાઈને બુલેટ બાઈક જીતી શકે છે. હોટલે એવી શરત મૂકી કે જે પણ તેમની બુટેલ થાળી 60 મિનિટમાં પુરી કરી દેશે તેમને એક બુલેટ બાઈક મળશે.

ઘણા લોકોએ આ થાળી 60 મિનિટમાં પુરી કરવાની કોશિશ કરી છે પણ બધા નિષ્ફળ થયા છે. પણ એક વ્યક્તિ 60 મિનિટમાં આ આખી થાળી પુરી કરીને બુલેટ બાઈક જીતી ગયો છે. પુણેમાં આવેલી શિવરાજ હોટલે આ ઓફર મૂકી છે. કોરોના કાળમાં થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે આ ઓફર બહાર પાડી છે.

જે ગ્રાહક આ થાળી 6 મિનિટમાં પૂરું કરે છે. તેને ૧.૬૮ લાખ રૂપિયાની બુલેટ આપવામાં આવે છે. આ થાળીમાં 12 જાતની અલગ અલગ વસ્તુઓ પીરસવામાં આવે છે. આ થાળીનું વજન 4 કિલો છે.

આ થાળીની કિંમત 2500 રૂપિયા રાખવામાં આવી છે. આ થાળીને 60 મિનિટમાં પુરી કરવાની હોય છે. આ થાળીને તૈયાર કરવા પાછળ 55 લોકોની મહેનત હોય છે. આ હોટલમાં 5 બુલેટ પણ મુકવામાં આવી છે. અત્યાર સુધી આ થાળી એક જ વ્યક્તિ પુરી કરી શક્યો છે. સોલા પુરનો સોમનાથ પવાર નામનો વ્યક્તિ આ થાળી પુરી કરીને બુલેટ જીતી ચુક્યો છે.

error: Content is protected !!