એક દીકરાની માં કોઈ બીમારીથી પીડાતી હતી, મા એ દીકરાને કહ્યું મારે ઓપરેશન કરાવવું છે તો તરત જ દીકરાએ ના પાડી એવું તો શું કારણ હશે?

હાલના કળિયુગ જેવા સમયમાં દીકરાઓ ખાસ કરીને તેમના વૃદ્ધ માતાપિતાને મુશ્કેલ સમયમાં જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ કળિયુગના સમયમાં શ્રવણનો અવતાર લઈને આવેલા આ વડોદરાનો યુવક જે શ્રવણ જેવા ગુણો રાખીને તેના માતાની સેવા કરે છે. વડોદરામાં શકુંતલા બહેન તેમના દીકરાને શ્રવણનો અવતાર જેવો જ મને છે.

મળેલ માહિતી પ્રમાણે શકુંતલા બહેનનું વજન બે વર્ષ પહેલા એકસો પંચોતેર કિલો હતું જેથી તેઓને ચાલવામાં પણ ઘણી મોટી તકલીફ પડતી હતી. શકુંતલા બહેનને તેમના વજનના લીધે મોટી ચિંતા રહેતી હતી,

તેઓ ત્યાં સુધી ચાલી પણ નહતા શકતા. તેઓ જણાવે છે જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે એક વાર જોરદાર તાવ આવ્યો હતો અને તે વખતે તે સારવાર માટે ડોકટર પાસે ગયા અને તેમને એક ઇન્જેક્શન આપ્યું હતું અને ત્યારથી તેઓને આ સમસ્યા ચાલુ થઇ હતી. તેઓએ બાવીસ વર્ષની ઉંમરે લગ્ન પણ કર્યા હતા.

લગ્નના થોડા સમય પછી તેઓને એક પુત્ર પણ થયો અને તેનું નામ પાર્થ હતું, પાર્થના જન્મ પછીના એક વર્ષમાં બીમાર પડી હતી અને તેને પલંગ પર જ સૂઈ રહેવું પડતું હતું. તેવામાં તેમના પતિએ ખુબ સેવા કરી હતી, પુત્રને પણ અઢી વર્ષની ઉંમરથી માતાની સેવા ચાલુ કરી દીધી હતી, જેથી શકુંતલા બેન પાર્થને કળિયુગના સમયમાં શ્રવણનો અવતાર માને છે.

શકુંતલાબેનએ વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમના મજબૂત મનોબળથી તેમનું બીજું જીવન ત્યાંથી ચાલુ થયું હતું. તેઓ પાદરાની એક હોસ્પિટલમાં ચરબી ઘટાડવાની સર્જરી પણ કરાવી હતી અને ત્યારબાદ તેમનું વજન ૧૧૫ કિલો થઈ ગયું હતું.

જયારે તેમની સર્જરી કરવામાં આવી ત્યારે મારા દીકરાએ એવું કહ્યું કે મમ્મી તમને કઈ થઇ જશે તો, એના કરતા ઓપરેશન ના કરાવો. હું આખી જીંદગી તમારી સેવા કરતો જ રહીશ તેમનું ઓપરેશન થઇ ગયું અને તે સફળ ગયું હતું જેમ તેમનું વજન ૨૦૦ કિલોથી ઘટીને ૬૯ કિલો થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!