ગુજરાતની આ દીકરી જે નેશનલ ચેમ્પિયન બની હતી, હવે તેની ઈચ્છા હતી કે ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતીને લાવે પણ તેની આ ઈચ્છા અધૂરી રહી ગઈ અને મોતને ભેટી ગઈ…

હાલમાં કોરોનાની મહામારીથી ઘણા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, ઘણા એવા લોકો જે લોકોની સેવા કરતા હતા તે લોકોએ પણ તેમનો જીવ ગુમાવ્યો છે. હાલમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેને જાણતાની સાથે એક સમય તમે ઓન ગળગળા થઇ જશો. ગુજરાતની એક દીકરીએ જુડોમાં નેશન ચેમ્પિયન બની હતી અને તેની એક ઈચ્છા હતી.

તે ઓલમ્પિકમાં જઈને દેશ માટે મેડલ લાવે પણ તેની આ ઈચ્છા ઈચ્છા જ રહી ગઈ. આ દીકરી વડોદરામાં આવેલી ખોડિયાર નગર વિસ્તારની સયાજી ટાઉનશીપમાં રહેતી સાક્ષી રાવલ જે હાલમાં ૧૯ વર્ષની હતી અને તે ઝારખંડમાં યોજાયેલ જુડો કોમ્પિટિશનમાં ચેમ્પિયન બનીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સાક્ષીને ડેન્ગ્યુ થયો હતો અને તેના કારણે તેનું મૃત્યુ થઇ ગયું છે.

સાક્ષીને તેના માતાએ એકલા હાથે મોટી કરી છે અને તેની માતા અને સાક્ષી બંનેનું ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું સ્વપ્નું હતું. સાક્ષીના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે તેની તબિયત બગડી હતી અને તેથી તેણે સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઇ ગયા અને તેના પછી ઘરે પાછા આવતી વખતે તેની તબિયાર વધારે બગડી હતી.

જેથી તેણે ફરી હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યાં આ તેનું સારવાર પછી મૃત્યુ થયું હતું. દીકરીના મૃત્યુ પછી માતાને મોટો આઘાત લાગ્યો હતો અને આજે દીકરીની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ, પરિવારના બધા લોકો પણ ભીની આંખે રડી રહ્યા હતા અને તેણે પછી અંતિમ વિદાય આપી.

error: Content is protected !!