સલામ છે આ મહિલાઓને જે કોરોનાથી મૃત્યુ પામતા લોકોના અંતિમસંસ્કાર માટે પુરુષોની ભુમિકા ભજવી રહી છે.

કચ્છમાં કોરોનાનો પ્રકોપ વધતા ભુજનું સ્મશાન અતિ વ્યસ્ત રહેતા RSS ની મહિલા કાર્યકર્તાઓ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર કરી રહી છે.કોરોનાનો પ્રકોપ વધતા

ખાલી 2 જ કલાકમાં આ મહિલા કાર્યકર્તાઓ આ બધી તૈયારીઓ કરી દીધી હતી.મોટાભાગના સ્મશાનમાં ભાઈઓ દ્વારા અંતિમવીઘી કરવામાં આવતી હોય છે.પણ કચ્છના આ સ્મશાન કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

આ RSS ની મહિલા કાર્યકર્તાઓ હિન્દૂ વિધિ વિધાન દ્વારા અંતિમવીઘી કરવામાં આવે છે.કોરોનાના દર્દીઓની ડેડ બોડીની અંતિમવીઘી કરવા માટે પરિવારના લોકો પણ સ્મશાનમાં નથી આવતા અને લાશોને લાવારિસ મૂકીને જતા રહે છે તેવામાં RSS ની આ મહિલા કોવીડથી મૃત્યુ પામતા લોકોના પરિવારના સભ્યની ભૂમિકા ભજવી રહી છે.

RSS ના કાર્યકર્તાઓ આવી વિકટ પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા માટે આગળ આવે છે.સામાન્ય રીતે મહિલાઓ સ્મશાનમાં જતી નથી એવામાં આ મહિલાઓ લોકો માટે પ્રેરણાદાયક બની છે.

આ મહિલા કાર્ય કર્તાઓને જે રીતે કામ પડતું હોય છે તે રીતે કામની વહેંચણી કરતા હોય છે.અહીં બહેનો દ્વારા હિન્દૂ રીતિ રિવાજો પ્રમાણને અંતિમવિધિ કરવામાં આવે છે.

error: Content is protected !!