કેનેડામાં અભ્યાસ કરતી આ વડોદરાની દીકરી વતનની વ્હારે આવી, તેને બચાવેલા ૩ લાખ રૂપિયા વડે કોરોનાગ્રસ્તોને કરી આવી મદદ…
હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે, જેમાં કેટલાય લોકો સપડાઈ ગયા છે. તેવામાં કેટલાય કોરોનાના દર્દીઓ અને પરિવારજનોને ઘણી મોટી મુશ્કેલીઓ પડતી હોય છે.
હાલમાં રાજ્યની સ્થિતિ સુધરતી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં આપણા રાજ્યના લોકોની અને કોરોનાના દર્દીઓની મદદ કરવાની માટે કેટલાય લોકો આગળ આવ્યા છે જેથી આ દર્દીઓની મદદ થઇ શકે.
તેવી જ રીતે કેનેડામાં અભ્યાસ કરતી આ વડોદરાના દિવાળીપૂરની દીકરી જે પોતાના વતનની માટે વહારે આવી છે અને તેના પિતાની મદદથી અનોખી સેવા ચાલુ કરી છે. આ દીકરીનું નામ નિરાલી રાજપૂત છે જે તેના પિતાની મદદ વડે પોતાના વતનમાં કોરોનાગ્રસ્તોને ટિફિન પહોંચાડવાની સેવા પુરી પડી છે.
આ નિરાલી કેનેડામાં અભ્યાસની સાથે સાથે નોકરી પણ કરે છે. જેમાંથી તેને બચાવેલા ૩ લાખ રૂપિયા અહીંયા વતનમાં કોરોનાગ્રસ્તોની મદદ કરવાની માટે પિતાને મોકલ્યા હતા.
પિતાની મદદથી ખાલી ૨૫ જ દિવસમાં ૧૫૦૦૦ કરતા વધુ ટિફિન કોરોનાગ્રસ્તોની સુધી પહોંચાડ્યા છે. નિરાલી રાજપૂતનું એવું કહેવું છે કે, મારી અને મારા પિતાજીની એવી ઈચ્છા હતી કે
આ કોરોનાની મહામારીમાં અમારાથી બનતી મદદ કોરોનાગ્રસ્તોને કરી શકીએ. જેથી મેં બચાવેલા ૩ લાખ તથા મારા પિતાજી અને તેમના મિત્રોએ ભેગા મળીને કોરોનાગ્રસ્તોને ટિફિનની સેવા પુરી પાડી છે.