20 મહિનાની માસુમ મરતા મરતા 5 લોકોને નવું જીવનદાન આપતી ગઈ, માતા પિતા કહી રહ્યા છે કે આનાથી મોટી ગર્વની વાત અમારા માટે બીજી કોઈ નથી.

આજે અમે તમને એક એવા વાત જણાવીશું કે જેને જાણીને તમારી આંખ માંથી આંસુ આવી જશે. વાત છે ૨૦ મહિનાની છોકરી ધનશ્રીની કે જે મરતા મરતા 5 લોકોને નવું જીવન દાન આપતી ગઈ. થયું એવું કે 8 જાન્યુઆરીના દિવસે તે ઘરની બાલ્કની માંથી નીચે પડી જતા તેને ઈજાઓ પહોંચી હતી. ધનશ્રીના માતા પિતા તેને લઈને હોસ્પિટલે પહોંચી ગયા.

માતા પિતાએ હોસ્પિટલમાં જઈને કહ્યું કે તેમને જોઈએ એટલા પૈસા લઈ લો પણ અમને અમારી દીકરી પાછી આપી દો. થોડા દિવસો સારવાર લીધા પછી ધનશ્રીએ આ દુનિયાને અલ્વિદા કહી દીધું.

ત્યારે ધનશ્રીના માતા પિતાએ જોયું કે બીજા બાળકોના માતા પિતા પણ તેમના બાળકો માટે ખુબજ ચિંતિત હતા કોઈને કિડનીની જરૂર હતી. કોઈને ડાયાલીસીસની જરૂર હતી. કોઈને લીવરની જરૂર હતી.

જયારે આ માતા પિતાએ એક માં ને હોસ્પિટલની સીડીઓ પર બેસીને રોતા જોઈ કારણ કે તેના 5 વર્ષના દીકરાને હ્રદયની જરૂર હતી. ત્યારે આ માતા પિતાએ પોતાની દીકરીના અંગદાન કરવાનું વિચાર્યું.

ડોક્ટરો દ્બારા આ માતા પિતાને આખી પ્રોસેસ સમજાવી અને તેમને અંગદાન માટે બધી પરિમિશન લીધી અને પછી તેમની દીકરીના અંગદાન કરીને ૫ બાળકોનું જીવન બચાવવામાં આવ્યું.

એ માતા પિતા એટલા ખુશ હતા કે જેમના બાળકોને ધનશ્રીએ નવું જીવનદાન આપ્યું. ધનશ્રીના માતા પિતાને આ સારા કામ માટે લોકો દેશના ખૂણે ખૂણેથી ફોન કરીને તેમની પ્રશંસા કરી રહ્યા છે. એક 20 મહિનાની માસુમ મરતા મરતા 5 બાળકોને નવું જીવનદાન આપીને ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!