માતા પિતા ગુમાવ્યા પછી પણ આ દીકરી ઘરે ના બેસી અને તેની ફરજ ઉપર આવી ગઈ.

સમગ્ર દેશભરમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવામાં કેટલાય દર્દીઓને તેનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓ હોસ્પિટલમાં અને તેની બહાર તડપી રહ્યા હતા. હાલમાં થોડા કેસોમાં રાહતના સમાચાર પણ આવી રહ્યા છે, તેવામાં કેટલાય પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે, તેવામાં ખરી માનવતાના કિસ્સાઓ પણ બન્યા છે.

તેવો જ એક કિસ્સો જે સાંભરીને તમે પણ રડી પડશો, રાજકોટમાં PDU મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતી વિધાર્થીની અપેક્ષા એ આ કોરોનામાં તેના માતા-પિતા ગુમાવ્યા છે અને તેને હજુ થોડાક જ દિવસો થયા છે.

તેમ છતાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના દર્દીઓ થતા કોઈના માતા અને પિતાની મદદ કરવાની માટે ફરજ પર પછી આવી ગઈ છે, જેથી બીજા લોકોને પ્રેરણા આપે તેવી વાત છે.

અપેક્ષાનું એવું કહેવું છે કે, કોરોના મારા આખા ફેમિલીને થઇ ગયો હતો જેમાં હું અને મારો ભાઈ બન્ને ઠીક થઇ ગયા પણ મમ્મી અને પપ્પા જે હોસ્પિટલમાં એડમિટ હતા. પપ્પા વેન્ટેલિટરની ઉપર હતા અને તેથી તેમનું પણ મૃત્યુ થયું. મારી મમ્મીની પણ હાલત ગંભીર હતી અને જેથી તેનું પણ મોટ થયું હતું. જેને કારણે હું મજબૂત બની કેમ કે હું મોટી હતી અને મારો ભાઈ નાનો છે.

મારી મમ્મી જયારે દાખલ હતા ત્યારે મેં બીજા દર્દીઓની હાલત જોઈ હતી તે વખતે જ મને એમ થઇ ગયું હતું કે, આપણા થી થાય એટલી મહેનત આ લોકોને બચાવવાની માટે કરવી જોઈએ.

મેં અને હોસ્પિટલે મારા મમ્મી અને પપ્પાને બચાવવાના પ્રયત્નો કર્યા પણ તેઓ ના બચી શક્યા. તો હું મારા માતા પિતાને તો ના બચાવી શકી પણ બીજા કોઈના માતા અને પિતાને તો બચાવી શકું તેની માટે મેં થોડાક જ દિવસોમાં ફરજ ઉપર પછી આવી ગઈ અને મારાથી દર્દીઓની થતી મદદ કરું.

error: Content is protected !!