ગુજરાતની આ દીકરી અત્યાર સુધી 36500 છોકરીઓની 3 કરોડ રૂપિયાથી પણ વધારે સ્કૂલ ફી ભરી ચુકી છે. ધન્ય છે આ દીકરી ને.

આજે અમે તમને ગુજરાતની એક એવી દીકરી વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમને પણ ગર્વ અનુભવ થશે. જેને છેલ્લા 10 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી છે

અને તે છેલ્લા 10 વર્ષથી દીકરીઓની સ્કૂલ ફી ભરી રહી છે. આ દીકરીનું નામ છે નિશિતા રાજપૂત. નિશિતા રાજપૂતએ 10 વર્ષ પહેલા 151 દીકરીઓની ફી ભરવાથી આ અભિયાનની શરૂઆત કરી હતી.

આ 10 વર્ષમાં નિશિતા રાજપૂતે 36500 થી પણ વધારે દીકરીઓની 3 કરોડ કરતા પણ વધારે ફી ભરી ચુક્યા છે. આ કોરોના મહામારીમાં પણ નિશિતા રાજપૂતે વિદ્યાર્થીની ઓની 50 લાખ રૂપિયાની ફી ભરી હતી.

ત્યારે નિશિતા રાજપૂતનું આ વર્ષે લક્ષ છે કે તે 10 હજાર છોકરીઓની 1 કરોડ સ્કૂલ ફી ભરશે. નિશિતા રાજપૂત નિસ્વાર્થ ભાવે ગરીબ વિદ્યાર્થીની ઓની સેવા કરી રહ્યા છે. 10 અને 12 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને ઓનલાઇન ભણવા માટે નવા ફોન પણ લઇ આપ્યા છે.

એક બાજુ આ દીકરી નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક વાલીએ કોરોના મહામારીના કારણે સ્કૂલ ફી ન ભરી હોવાના કારણે તેમને સ્કૂલને નોટિસ મોકલી છે

કે 3 દિવસમાં તમારી દીકરીનું LC લઇ જાઓ અને જો નહિ લઇ જાઓ તો ૩ દિવસ પછી તમારા સરનામા પર LC પોસ્ટ કરી દેવામાં આવશે. જ્યાં બીજી બાજુ અમદાવાદની એક સ્કૂલમાં ACM દ્વારા સીલ મારી દેવામાં આવ્યો છે. તો બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે તે સ્કૂલના શિક્ષકો રોડ પર બેસીને બાળકોને ભણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!