જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો, અજમાની પોટલીમાં આ એક વસ્તુ ઉમેરી દો…
આપણે જાણીએ છીએ કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક છે જે દેશની તમામે તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. લોકો હોસ્પિટલની બહાર પણ રાહ જોવા માટે મજબુર બન્યા છે, લોકોને બેડ પણ નથી મળી રહ્યા અને સ્મશાનોમાં પણ લાંબી કતારો જોવા મળી આવે છે.
આપણું આયુર્વેદિક આ કપળા સમયમાં કેટલાક ઘરેલુ ઉપાયો કરવાની માટે જણાવે છે અને તેથી જ તમારા શરીરનું ઓક્સિજન લેવલ બરાબર કરી શકાય તેની માટે એક ઉપાય છે કે, જેમાં તમને શરદી થઇ હોય,નાક બંધ થઇ ગયું હોય, નાકમાંથી પાણી આવતું હોય તેની માટે આયુર્વેદની અંદર એક સરસ ઉપાય દર્શાવવામાં આવેલો છે.
આની માટે તમારે એક પોટલી બનાવવાની છે, જેની અંદર બે ચમચી અજમો લેવાનો છે. તેની અંદર કપૂરની ૧ ગોટી લેવાની છે અને બીજી ૧ ગોટીને ભાગીને આ અજમામાં નાખવાનો છે.
તેની અંદર તમારે આ ખાસ ઔષધિ ઉમેરવાની છે, અને તે ઔષધિ નીલગિરીનું તેલ છે તેના ૨-૩ ટીપા નાખીને આ વસ્તુઓની પોટલી બાંધી દો. ત્યારબાદ તેને સૂંઘવાથી તમારા ગમેતેવા બંધ નાક હશે તો પણ ખુલી જશે.
જો તમને કફ કે શરદી થઇ હોય તો પણ આ પોટલી સૂંઘવાથી તમારા ફેફસાની ઇમ્યુનીટી મજબૂત બનશે અને તેથી તમારો ફેફસામાં રહેલો કફ તૂટી જશે અને તમને રાહત પણ થઇ જશે. આ પોટલી સૂંઘવાથી તમારા ફેફ્સાઓ ચોખ્ખાં થઇ જશે અને તમને કફથી રાહત મળશે.