આ કંપનીએ દાવો કર્યો કે અમારી દવાથી ૯૧ ટકા કોરોના દર્દીઓ સાજા થઇ જાય છે ?

દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.હોસ્પિટલોમાં દવાથી લઈને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે.એવા માં એક સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની દિગજ્જ ફાર્મ કંપની ઝાયડસએ દાવો કર્યો છે

કે કોરોનાને રોકતી વેક્સીન તૈયાર કરવામાં આવી છે.અને DCGI દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.મળતી માહિતી અનુસાર ઝાયડસની વિરાફીન વેક્સિનને કોરોનાની સારવાર માટે ઇમર્જન્સીમાં મંજૂરી આપવામાં આવી છે.

ઝાયડસએ દાવો કર્યો છે કે આ દવાના ઉપયોગથી ફક્ત 7 દિવસ જ માં 91 ટકા કોરોના દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.આ વેક્સિનથી શરીરમાં ઓક્સિજન લેવલ પણ સંતુલિત થઇ જશે.ઝાયડસનો દાવો છે કે આ વેક્સીન કોરોનાને શરૂઆતના સ્ટેજમાં વધતો અટકાવશે.આ વેક્સિનનો અલગ અલગ 25 સેન્ટરોમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે.

કંપનીએ દાવો કર્યો છે કે જો દર્દીને શરૂઆતના સ્ટેજમાં જો વિરાફીન આપવામાં આવશે તો તે દર્દીને થતી તકલીફોમાં ઘટાડો કરી શકે છે.જો કે આ દાવાને ડોક્ટરની સલાહ પછી જ આપવામાં આવશે

અને આ દવા હોસ્પિટલમાં જ મળશે.ઝાયડસના જણાવ્યા અનુસાર આ દવા વાઇરલ ઇન્ફેક્શન સામે લડવામાં પણ કારગત છે અને ઇમ્યુનીટી વધારવામાં પણ ખુબજ મદદરૂપ સાબિત થશે.

error: Content is protected !!