આ નિરાધાર અંધ માંડીને રહેવા માટે સરખું ઘર નહતું આ વાતની જાણ ખજુરભાઈને થતા તરત જ દાદીની વહારે દીકરા બનીને આવ્યા અને દાદી માટે નવું ઘર ઉપાડી દીધું…
આજે ખજુરભાઈ નિરાધાર લોકોનો આધાર બન્યા છે અને ફરી ફરીને સૌરાષ્ટ્રની ધરતી પર લોકોની મદદ કરી રહ્યા છે. જેટલા પણ લોકોનું તેમની પાછળ કોઈ નથી તેમની પાછળ ખજુરભાઈ પડછાયો બનીને ઉભા રહે છે અને તેમની દિલથી મદદ કરે છે.
આજે ઘણા એવા નિરાધાર દાદા-દાદીના દીકરા બનીને તેમની મદદ કરતા હોય છે અને આશરો પણ આપતા હોય છે.હાલમાં ખજુરભાઈને ફરી એક વખતે એવી જાણ થઇ હતી કે એક અંધ માડીને રહેવા માટે સરખું ઘર નથી.
આ માડી સાંખડાસર-૨ ગામમાં જ રહે છે. આ દાદીનું નામ અંજુબેન ગોવિંદભાઇ મકવાણા છે. તેઓ એકલા જ રહે છે અને દાદી અંધ છે. આ દાદી એકલા જ છે એટલે તેમનાથી કામ થતું નથી અને તેઓ એકલા જ કામ કરે છે અને જે મળે તેનાથી તેમનું ગુજરાન ચલાવે છે.
આખો દિવસ ઓછું દેખાતું હોવાથી પોતાના પેટ માટે કામ કરવા માટે જાય છે અને આખો દિવસ કામ કરીને તેઓ તેમના દિવસો પસાર કરે છે. દાદીનું ઘર પણ પડી ગયું છે અને આ ચોમાસુ કાઢે એવું નથી કેમ કે ઘરમાં નડિયા અને ઈંટો પણ ગમે ત્યારે પડે છે.
તો આ દાદી છેલ્લા એક વર્ષથી ફળિયામાં બેસીને તેમના દિવસો કાઢવા મજબુર બન્યા છે.આ બધી જાણ થતા જ ખજુરભાઈ તેઓએ દાદીના દીકરા બનીને તેમની મદદ કરવાનું નક્કી કર્યું અને દાદીએ જે પ્રમાણે ખજુરભાઈને મદદ માટે કહ્યું એ પ્રમાણે ખજુરભાઈએ મદદ કરી હતી.
આ દાદીએ તેમના જીવનના ઘણા વર્ષો દુઃખમાં જ પસાર કર્યા છે પણ આપણા ખજુરભાઈને આ વાતની જાણ થતા જ તેઓ દાદીની વહારે દીકરા બનીને આવ્યા અને દાદીને નવું ઘર બનાવી આપ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.