ઘરમાં દીકરો કમાતો ના હોવાથી ૭૫ વર્ષે આ દાદી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરવા મજબુર બન્યા, ભગવાન લોકોની કેવી પરીક્ષા લેશે…
આપણી આ ભગવાને બનાવેલી દુનિયામાં જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્રિત છે, પણ તેમનું ભરણ પોષણ કરવાની માટે તેમનાથી થતી મહેનત કરે છે. પણ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં ગરીબ અને મજબુર લોકો કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહીને દિવસો પસાર કરે છે. આ સમયે બાળકો પણ ભીખ માંગવા માટે મજબુર થઇ જાય છે.
તેવામાં હાલમાં રાજ્યમાં કેટલાય વૃદ્ધ લોકો પણ તેમનું ગુજરાન ચલાવવા માટે રોડ પર આખો દિવસ ભટકીને ભીખ માંગે છે. તેવામાં બારડોલી શહેરમાં આવેલ પોળ વિસ્તારમાં એક દાદીમા જેમનું નામ કાશી બહેન છે તેઓની ઉંમર ૭૫ વર્ષની છે.
તેઓ તેમના પરિવારમાં રહે છે જેમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. તેમાં તેમની દીકરીઓને પરણાવી દીધી છે, હાલમાં તેઓ જ ઘરમાં મોભી છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ દાદીમા સવારે ઘરેથી નીકરીને રોડ ઉપર, કોઈ દુકાનો ઉપર જઈને ભીખ માંગે છે અને જે કઈ મળે તેનું કરિયાણું લઈને ઘર ચલાવે છે. તેમની આ ઉંમરે હવે તેઓએ ભગવાનનું નામ લેવાનું હોય છે તે ઉંમરમાં ગરમીમાં પણ ભટકીને ભીખ મંગાવી પડે છે, અને તેમનું ભરણપોષણ કરવું પડે છે.