75 વર્ષના દાદી તેમની 10 વર્ષની પૌત્રી સાથે સાર્વજનિક શૌચાલયમાં રહેવા માટે કેમ મજબુર બની ગયા?

આ ઘટનાને જાણીને તમારું પણ દિલ રોઈ પડશે. આ તસબીર નેતાઓના દાવા અને વાદાઓની પોલ ખોલી દેશે. નેતા ઓ એક બાજુ વિકાસની મોટી મોટી વાતો કરે છે. ત્યારે આ ફોટો તેમના પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. આ ઘરડી દાદી કે જે આજે પોતાની 10 વર્ષની પૌત્રી સાથે સાર્વજનિક શૌચાલયમાં રહેવા મજબુર છે. આ ઘટના બિહારના નાલંદાની છે.

તેમના દીકરા અને વહુનું મૃત્યુ થઇ ગયું છે. હાલ આ પરિવારમાં 75 વર્ષની ઘરડી દાદી અને 10 વર્ષની પૌત્રી જ છે. ના તો તેમની પાસે રહેવા માટે ઘર છે. ના તો ખાવા માટે અન્ન. એટલી ગરીબી છે કે જુલસાવી દે તેવી ગરમીમાં આ બંને રોડ પણ ભીખ માંગીને ખાવા માટે મજબુર છે અને આ શૌચાલયમાં પોતાની જિંદગી કાપવા માટે મજબુર છે.

આ બંને દાદી, પૌત્રીને સરકાર તરફથી કોઈ લાભ નથી મળ્યો. આ બંનેએ ઘણીવાર સરપંચ અને નેતાઓને પણ રજૂઆત કરી છે. દરેક વખત તેમને ફક્ત આશ્વાસન જ મળ્યું છે. 2017 માં કૈશલ્યા દેવીનું નામ આવાસ યોજનામાં આવ્યું હતું

પણ તેમની પાસે આવાસ આપવાના બદલામાં પૈસાની માંગ કરવામાં આવી હતી. જેની પાસે ખાવા માટે અન્ન ના હોય તે પૈસા ક્યાંથી આપે. જેના કારણે તેમને આવાસ યોજનાનો કદી લાભ મળ્યો નહિ.

અત્યારે કોઈ સહારો ન હોવાના કારણે બંને સાર્વજનિક શૌચાલયમાં રહેવા માટે મજબુર છે. વહે આમને સરકાર તરફથી કયારે મદદ પાર્પ્ત થશે તેની કોઈ જાણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!