આજે આ માતા તેમના દીકરાને કોરોના થવાથી મૃત્યુ થઇ ગયું હતું તો આજે પણ દીકરાના ફોટાને ખોળામાં રાખીને રોજે રોજ રડ્યા જ કરે છે અને કહે છે મારો આ દુનિયામાં હવે કોઈ આધાર જ નથી રહ્યો.

આ દુનિયામાં ઘણા લોકોને તેમનું જીવન જીવવા માટે મોટી મુસીબતોનો સામનો કરવો પડે છે, અને લોકો સખત મહેનત કરતા હોય છે. આટલી મહેનત પછી પણ લોકોને અમુક વખતે મોટી મુશ્કેલી પડતી જ રહે છે

અને એવા કેટલાય દિવસો આવે છે જેમાં એક સમયનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે. જે સમયે કોરોના આવ્યો હતો એ વખતે ઘણા બધા લોકોને મોટી મોટી મુશ્કેલીઓ પડી હતી.

એવા જ એક પરિવાર વિષે જાણીએ જેમાં એક મહિલા રહે છે તેમનું નામ છાયાબેન છે, તેમના પરિવારમાં તેમની દીકરીની દીકરી અને તે બંને જ રહે છે. તેમના દીકરાને કોરોના થયો હતો અને તેથી તેનું મૃત્યુ થઇ ગયું છે. આ મહિલાને ત્રણ દીકરા દીકરીઓ હતી અને તે બધી આજે આ દુનિયામાં નથી.

આ મહિલાની ઉંમર થઇ ગઈ છે જેથી તેઓ કોઈ કામ કરી શકે એમ નથી કેમ કે તેમની ઉંમર ૭૦ વર્ષ થઇ ગયા છે. આજે છાયાબેન એવું કહે છે કે તેઓ ખુબ જ દુઃખી છે કેમ કે તેમનું આ દુનિયામાં કોઈ નથી એવું તેમને લાગી રહ્યું છે. આજે તેમને ખાવાની પણ મોટી તકલીફ પડે છે અને તેથી તેઓ દીકરાને યાદ કરી કરીને આખો દિવસ રડ્યા જ કરે છે.

છાયાબેન એવું કહે છે કે તેમનો આ દુનિયામાં કોઈ આધાર જ નથી રહ્યો અને આટલું કહીને તેઓ રડ્યા જ કરે છે. આજે ભગવાને બધાનું દુઃખ મને આપ્યું છે જેમાં મારી પહેલા મારા દીકરાઓ આ દુનિયામાંથી જતા રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!