હોસ્પિટલ સ્ટાફે ૯૪ વર્ષના બાની એવી સેવા કરી કે તે ઘરે જવાની જ ના પાડી રહયા છે.

અત્યારે આખા ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.જેના કારણે હજારોની સંખ્યામાં નવા નવા કેસો સામે આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલો દ્વારા પણ બેદરકારીના ઘણા કિસ્સા સામે આવતા રહે છે.

ઘણા લોકો એવા પણ છે કે જેમને હોસ્પિટલમાં સારી સારવાર ન કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે.અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે તેમને હોસ્પિટલમાં પીવાના પાણીની પણ તકલીફ પડી રહી છે.

આવામાં સોસીયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.જેમાં એક 94 વર્ષના વૃદ્ધ મહિલા હોસ્પિટલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મારે ઘરે જવું નથી મારે અહીં જ રહેવું છે.

અહીં ઘર જેવું જ છે. મને અહીં ખુબજ ગમે છે.આવું કહેતા જ હોસ્પિટલના સ્ટાફની આખો છલકાઈ ગઇ હતી.હાલ સોસીયલ મીડિયામાં આ વિડીયો ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં પરિવારના લોકો આ વૃદ્ધ મહિલાને ઘરે લઇ જવા માટે સમજાવી રહ્યા છે પણ વૃદ્ધ મહિલા ઘરે જવાની ના પાડી રહ્યા છે.પણ આ મહિલાને હોસ્પિટલમાં એટલું ગમી ગયું છે કે તે કહે છે કે મને સારું થઇ જશે એટલે હું ઘરે પાછી આવી જઈશ.

પછી હોસ્પિટલ સ્ટાફ અને પરિવારના લોકના ઘણા સમજાવ્યા પછી વૃદ્ધા ઘરે જવા માટે માન્યા હતા.આ એક ખુબજ સરસ વાત કહેવાય હોસ્પિટલ સ્ટાફે આ વૃદ્ધાની એવી સેવા કરી કે વૃદ્ધા ઘરે ઘરે જ જવાની ના પડતા હતા.

error: Content is protected !!