આ દાદાની પરિસ્થિતિ એટલી કથળી હતી કે તેથી તેઓએ લગ્ન પણ નથી કર્યા, જો આ દાદાને કઈ થઇ જાય તો તેમની સાર-સંભાળ રાખવા વાળું પણ કોઈ નથી…

ભગવાને બનાવેલી આ દુનિયામાં અવાર નવાર એવા કેટલાય કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે જેમાં, કોઈ વ્યક્તિની પાસે ઘણું બધું હોય છે પણ તેની નનામી ઉપાડવા વાળો પરિવાર જ તેની પાસે નથી હોતો. તેવો જ એક કિસ્સો સુરત શહેરનો છે જેમાં એક દાદા જેમની ઉંમર ૭૩ વર્ષની છે. તેઓ જાતે મહેનત કરે છે, તેઓ પેન્ટર છે અને હાલમાં ક્યાંય કામ મળે તો કરે છે.

સુરતમાં રહેતા આ દાદાનું નામ દિનેશભાઇ પંચાલ છે, તેમના પરિવારમાં એક નાનો ભાઈ છે અને તે સુરતના સચિન વિસ્તારમાં રહે છે. તેઓ હાલમાં એક ભાડાના મકાનમાં ભાડેથી રહે છે. તેઓનું વ્યવસ્યાય મૂળ પેન્ટિંગનો છે, તેઓ ૧૯૮૫ થી આ પેન્ટિંગનું કામ કરતા હતા અને હાલમાં બેનર વાળી સિસ્ટમથી તેમને હાથ વડે પેન્ટિંગ કામ મળતું નથી.

દિનેશભાઇનું એવું કહેવું છે કે, હાલની આ સ્થિતિને જોતા પેન્ટિંગનું કામ કાજ નથી મળી રહેતું, જેથી હાલમાં કઈ કામ નથી મળતું અને તેનાથી મકાનનું ભાડું પણ આપવાનું બાકી છે.

અમે લોકોએ એ વખતની અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હોવાથી લગ્ન પણ નથી કર્યા. જેથી તે જ સ્થિતિ હાલમાં પણ છે અને હાલમાં હું ઘરમાં રાંધતો પણ નથી. કોઈની પાસે માંગીને જે પૈસા આપે તેનું કંઈક ખાઈ લઉં છું. મને એવું લાગે છે કે, ભગવાને આપેલી આ અંદરની કલા કઈ જ કામની નથી.

આ દાદાને એવા કેટલાય દિવસો આવે છે, તેઓને ભૂખ્યા પણ સૂવું પડ્યું છે, હાલમાં તેઓ ખુબ મોટી તકલીફોનો સામનો કરીને તેમનું ગુજરાન ગુજારી રહ્યા છે.

error: Content is protected !!