૮૦ વર્ષના અનાથ તુલસીબાપા જે રોડ પર ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, હવે તેમની બસ એક જ ઈચ્છા છે.

રાજકોટના 80 વર્ષના તુલસીબાપા આજે પણ મહેનત કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે. તુલસીબાપાએ પોતાનું આખું જીવન એકલું વિતાવ્યું છે. તેમના કોઈ છોકરા નથી અને તેમને લગ્ન પણ નથી કર્યા.

તુલસીબાપા જન્મથી જ અનાથ હતા અને તેમને પોતાનું આખું બાળપણ અનાથ આશ્રમમાં વિતાવ્યું અને થોડા મોટા થયા એટલે રાજકોટ શહેરમાં એક નાની ઓરડી રાખી અને તેમાંજ પોતાનું આખું જીવન વિતાવ્યું.

તુલસીબાપા હાલ પણ પોતાનું જીવન મીઠો રોટલો વેચીને ચલાવી રહ્યા છે. 80 વર્ષની ઉંમરે તેમનાથી જેટલું કામ થાય એટલું કામ કરી રહ્યા છે. હવે જીવનમાં તેમની એક જ ઈચ્છા છે કે તેમને જાત્રા કરવી છે.

આ માટે તેમને થોડી મદદની જરૂર હોય છે. લોકો મંદિર અને મસ્જિદોમાંતો કરોડો રૂપિયાનું દાન આપે છે. પણ જો આવા લોકોને થોડી મદદ કરવામાં આવો તો તેમનું બચેલું જીવન સુખેથી જીવી શકે.

તુલસીબાપાનું 80 વર્ષની ઉંમરે આગળ પાછર પર કોઈ નથી. તે જન્મ્યા ત્યારથી અનાથ છે. એટલે જીવનમાં તેમને જે પણ કર્યું પોતાની જાતે કર્યું છે. હાલ તેમની પાસે જીવવા માટે પૂરતા પૈસા નથી માટે તે રસ્તા પર મીઠો રોટલો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

તુલસીબાપા 60 વર્ષથી આ ધંધો કરે છે અને એકદમ ઈમાનદારીથી પોતાનો ધંધો કરે છે. હવે 80 વર્ષની ઉંમરે તેમની એક જ ઈચ્છા છે કે તેમને જાત્રા કરવી છે. ભગવાન તેમની આ ઈચ્છા પુરી કરે.

error: Content is protected !!