આ દાદા તેમની પત્નીના અગ્નિ સંસ્કાર કરવા તેમના મૃતદેહને લઈને ૨૪ કલાક સુધી સાયકલ ઉપર ભટકતા રહ્યા કોઈએ મદદ ના કરી, છેવટે પોલીસે કરી આ રીતે મદદ…
આપણે જાણીઆ છીએ હાલમાં કોરોનાની બીજી ઘાતકી લહેર ચાલી રહી છે, આ ઘાતકી લહેરમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ ગયા છે. એવી દર્દનાક, શર્મનાક, હૃદય કંપાવી નાખે તેવી સ્થિતિ હોસ્પિટલમા સર્જાઈ હતી. લોકો ઓક્સિજન, ઇન્જેક્શન અને શબવાહિની માટે રડી પડ્યા હતા.
તેવામાં એક એવો જ કિસ્સો માનવતાને શર્મસાર કરી નાખે તેવો નજરે જોવા મળ્યો છે, જેમાં એક મોટી ઉંમરના દાદા તેમની પત્નીના શવને લઈ સાયકલ ઉપર લઈને આમતેમ ભટકતા રહ્યા હતા.
આ કિસ્સો અમરાપુર બિહારનો છે, જેમાં આ દાદાનું નામ તિલક સિંહ છે. તેમની પત્નીનું નામ રાજકુમારી છે તેમની તબિયત ઘણી ખરાબ થઇ ગઈ હતી. જેથી આ તુલસી સિંહ તેમની પત્નીને લઈને હોસ્પિટલમાં ગયા હતા જેમાં તેઓને બેડના મળ્યો, અને યોગ્ય સારવાર પણ ના થઇ.
જેનાથી તેમનું મૃત્યુ થઇ ગયું હતું, આ દાદા તેમની પત્નીના શવને સીધો ઘરે જ લઇ આવ્યા હતા. જેમાં તેમના ઘરની આજુબાજુ વાળા પણ તેમના શવને જોવાએ ના આવ્યા જેથી આ દાદા તેમની પત્નીના શવને લઈને અગ્નિ સંસ્કાર કરવા માટે સાયકલ ઉપર લઈને નદીએ લઇ ગયા તો,
ત્યાં પણ ગામના લોકોએ જઈને તેમને ભગાડી દીધા અને કીધું આ કોવીડનો દર્દી છે તેને અહીંયા અગ્નિ સંસ્કાર ના કરો. ત્યારબાદ તેઓ આ મૃતદેહને લઈને ઘરે પાછા આવ્યા હતા. આ સમગ્ર બાબત પોલીસને થઇ અને તેથી જ પોલીસે તેમના અગ્નિ સંસ્કાર કરવાની વ્યવ્યસ્થા કરી આપી.