૬૫ વર્ષની ઉંમરે પણ આ કાકા રોડ ઉપર બેસીને પાન-મસાલા વેચી તેમનું ગુજરાન ચલાવે છે…

દુનિયામાં દરેકે દરેક વ્યકતિઓએ પોતાનું પેટ ભરવા મારે ઘણી મોટી મહેનત કરવી પડે છે, આપણી આજુબાજુ એવા કેટલાક મોટી ઉંમરના લોકો પણ હોય છે. તેઓને પણ તેમનું પેટ ભરવા માટે ઘણી મોટી મહેનત કરવી પડતી હોય છે. તેવો જ એક કિસ્સો સુરતના નવાગામનો છે.

અહીંયા એક ૬૫ વર્ષના કાકા તેઓનું નામ કાંતિભાઈ છે, તેમના પરિવારમાં તેઓ, તેમના પત્ની અને છોકરા જોડે રહે છે. તેમનો છોકરો હીરા ઘસવાનું કામ કરે છે અને અમે ભાડાના મકાનમાં રહે છે.

જેથી ઘરનું ભાડું અને ખાવા પીવાના પૈસા છોકરો અને તેમની મહેનત ભેગી કરે છે ત્યારે તેમનું પૂરું થાય છે. આ કોરોનાની મહામારીમાં કારખાના બંધ હોવાથી તે પણ ઘરે છે. જેથી હાલમાં કાંતિભાઈ જે રોડ ઉપર બેસીને પાન-મસાલા વેચે છે અને રોજના ૫૦ રૂપિયા કમાય છે અને તેમાંથી તેઓનું ગુજરાન ચલાવે છે.

આ કાકાની પાસે ખાલી ૩૦૦ રૂપિયાનો જ માલ હોય છે, તેઓને વધારે માલ લાવીને વધારે વેચી વધારે પૈસા કમાઈ શકે પણ તેમની પાસે વધારે માલ લાવવાના પૈસા જ નથી. આ કાકા એવું કહે છે કે, તેઓએ પહેલા સિક્યુરીટીમાં નોકરી પણ કરેલી છે,

અને ત્યાં પગાર નહતા વધારતા જેથી મેં નોકરી છોડી દીધી હતી. હાલમાં આખો દિવસ અહીંયા રોડ ઉપર બેસીને મહેનત કરું છું, તેમાં દિવસમાં ૫૦ રૂપિયા મળે અને તેમાં ઘર પણ નથી ચાલતું. હું ભીખ નથી માંગતો પણ મારી મહેનતનું ખાઉં છું.

error: Content is protected !!