આ દાદા એટલા મજબુર છે કે, તેમની પાસે ૧૬ રૂપિયા દવા લેવા માટે પણ નથી…

દુનિયામાં એવા ગરીબ લોકો હોય છે, જેઓને તેમનું ગુજરાન ચલાવવા માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. એવા મજબુર લોકો પણ હોય છે જેઓ આખો દિવસ મહેનત કરવા પછી પણ એક ટાઈમ જ ખાઈ શકે છે.

તેવો જ એક કિસ્સો સુરત શહેરના પટેલ નગર વિસ્તારનો છે. અહીંયા એક દાદા જેમને પગે થોડીક તકલીફ છે જેથી તેઓ એક ત્રિચક્રી સાયકલ લઈને પેટ માટે આમતેમ ભટકે છે.

આ દાદાની ઉંમર ૭૧ વર્ષની છે, તેઓના પરિવારમાં બીજું કોઈ નથી. તેમને અચાનક પગની થોડી તકલીફ પણ થઇ ગઈ હતી, જેથી કરીને તેઓએ બહાર ભટકીને ખાવાનું પણ માંગીને ખાય છે. તેઓની પાસે એક ૧૬ રૂપિયાની દવા લેવા માટેના પણ પૈસા નથી.

તેઓ પહેલા ચાની લારી ઉપર કામ કરતા હતા. તેઓએ ત્યાં લારી ઉપર પાંચ વર્ષ જેટલું કામ કર્યું છે પણ તેઓને આ પગની તકલીફ થઇ ત્યારથી તેઓએ કામ બંધ કરી દીધું છે.

આ દાદાનું નામ ચમન ભાઈ છે, ચમનભાઈ એવું કહે છે, હાલમાં ચાલી રહેલી આ લોકડાઉનની સ્થિતિમાં પહેલા મારે ખાવા માટે પણ ફાંફા પડતા હતા. મારા પરિવારમાં બીજું કોઈ નથી એટલે મને ખુબ જ મોટી તકલીફ પડે છે. હાલમાં પણ હું સાયકલ લઈને લોકો પાસે માંગવા જાઉં છું અને તે લોકો જે આપે તે લઈને ખાઈ લાઉ છું. દુનિયામાં એવા ઘણા મજબુર લોકો છે, જે તેમનું ગુજરાન ચલાવવા માટે ઘણી એવી મહેનત કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!