આ ૭૫ વર્ષના દાદા-દાદીનું કોઈ નથી, એક ઝૂંપડું બાંધીને તેઓ ખુબ જ કપળી પરિસ્થિતિમાં તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે…

આપણા દેશમાં એવા કેટલાય પરિવારો છે કે જેમાં, એકલા રહીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે. આ પરિવારો મહેનત કરીને રાત-દિવસ એક કરે છે અને તેથી તેઓનું ગુજરાન ચલાવતા હોય છે. તેમનાથી જેટલી થાય તેટલી મહેનત તેઓ કરતા જ હોય છે.

તેવો જ એક હ્રદય કંપાવી નાખે તેવો કિસ્સો જે, વલસાડના નજીકના ગામનો છે. અહીંયા એક વૃદ્ધ દંપતી રહે છે જેમાં, આ દાદાનું નામ અમૃતભાઈ છે અને દાદીમાનું નામ હીરાબેન છે.

આ બન્ને વૃદ્ધ દંપતી એકલા રહીને તેઓનું જીવન ચલાવે છે, આ પરિવાર ઝૂંપડું બાંધીને રહે છે. તેમની પાસે મકાન હતું પણ દબાણમાં હતું જેથી તેઓનું મકાન તોડવામાં આવ્યું હતું. જેથી તેઓ તેના પછી અહીંયા જ સામે ઝૂંપડું બાંધીને રહે છે. તેમના પરિવારમાં તેઓ બંને જ છે, બીજું કોઈ નથી.

આ વિસ્તારમાં તેઓ ૪૦ થી ૪૫ વર્ષથી રહે છે, આ દાદા અને દાદી એવું કહે છે કે, જો કોઈ આપી જાય તો ખાઈએ છીએ. અમને કોઈક આવીને ખાવાનું આપી જાય છે અથવા તો પૈસા પણ આપે છે જેનાથી તેનું અમે બંને ખાઈએ છીએ જો કોઈ ખાવાનું ના આપી જાય તો અમે બંને પાણી પી ને સુઈ જઈએ છીએ.

આ દાદાને પગમાં વાગ્યું છે જેથી તેઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા. આ દાદા-દાદીને કોઈ દીકરો કે દીકરી નથી જેથી તેઓ હાલમાં ખુબ જ મોટી કપળીમાં તેમના દિવસો ગુજારી રહ્યા છે.

error: Content is protected !!