આ ચોરને મંદિરની દાન પેટીમાં ચોરી કરતા હાથ દાન પેટીમાં ફસાઈ ગયો અને પછી જોવા જેવું થયું.
છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે અને તેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો આ ચોરનો હાથ મંદિરની દાન પેટીમાં ફસાઈ ગયો હતો.
આ ચોર ચોરી કરવા મંદિરમાં આવ્યા હતા અને તેવામાં જ એક ચોરએ દાન પેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને તે આ દાન પેટી નહતો તોડી શક્યો પણ તેનો હાથ આ દાન પેટીની અંદર જ ફસાઈ ગયો હતો અને આખી રાત ચોરનો હાથ દાન પેટીની અંદર ફસાયેલો જ હતો
જેવાં પોલીસ ઘટના સ્થળે આવી અને તેના પછી ચોરનો હાથ દાનપેટીમાંથી બહાર કાઢ્યો અને ત્યાંના લોકોનું એવું માનવું છે કે આ ચમત્કાર થયો હોય તેવું માનવું છે અને ભગવાને જ આ ચોરોને ત્યાં સ્થળ ઉપર જ સજા આપી દીધી હતી.
આ ચોરીનો મામલો કોરબા પાવર હાઉસ ખાતે આવેલા શ્રી સિદ્ધ વટેશ્વર હનુમાન શનિ મંદિરનો છે અને જેમાં રવિવારની રાત્રીએ આ મંદિરની દાન પેટી ચોરી કરવાના ઇરાદેથી જ અહીંયા ૨ ચોર મંદિરમાં આવી ગયા હતા.
અને તેમનો હાથ દાન પેટીમાં નાખતાની સાથે જ ફસાઈ ગયો હતો,અને તેમનો હાથ આખી રાત આવી રીતે ફસાયેલો જ રહ્યો હતો જેમાં આ ચોરોએ તેમનો હાથ બહાર કાઢવાની માટે મંદિરમાં લાકડા અને ત્રિશૂળથી હાથ કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો
સવારે વહેલા મંદિરના પૂજારી ઉઠ્યા અને તેઓએ જોયું તો ત્યાં દરવાજાનું તાળું તૂટેલું હતું અને જયારે પૂજારી મંદિરની અંદર ગયા અને તેઓએ જોયું તો જોઈને સ્તબ્ધ થઇ ગયા હતા અને તેઓ તરત જ મંદિરની બહાર નિકરી ગયા અને બહારથી મંદિરને તાળું મારીને પોલીસ અને આજુબાજુ રહેતા લોકોને ભેગા કર્યા હતા.
અને તાત્કાલિક ધોરણે પોલીસ આવી ગઈ હતી અને પોલીસે આ બંનેને પકડી લીધા હતા જેમાં આ બંને છોકરાઓ નહેરુનગરના રહેવાસી છે,અને તેમની સામે ચોરીના અનેક ગુના નોંધાયેલા છે.આ ચોરોના હાથ દાન પેટીમાં ફસાયેલ જોઈને ભક્તોએ એવી કહ્યું કે આ લોકોની સજા ભગવાન તાત્કાલિક આપે છે.